August 7, 2026
દેશ

પતિ પત્ની ઓર વો, પતિ અને ૪ બાળકોને મૂકી માતા પ્રેમી સાથે થઇ ફરાર

નાગોર જિલ્‍લાના નરવાસી ગામની રહેવાસી ૨૯ વર્ષીય સંજૂ ગુર્જરે પોતાના પતિનો સાથ છોડી દીધો છે અને હવે તેણે ચૂરુ જિલ્‍લાના રમેશ ગુર્જર સાથે લિવ ઇન રિલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે. સંજૂએ કહ્યું કે, હવે તે પોતાના પતિ સાથે રહેવા નથી માગતી, કેમ કે બંને વચ્‍ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે.

પોતાના નિર્ણય બાદ વિવાહિતાને જાનથી મારી નાખવાની ધમકી મળવા લાગી, આવા સમયે તે પોતાના પ્રેમી રમેશ ગુર્જર સાથે સુરક્ષાની માગને લઈને ચૂરુ એસપી ઓફિસે પહોંચી. એસપી કાર્યાલયમાં તેણે અધિકારીઓને જણાવ્‍યું કે, તેનાં લગ્ન ૧૨ વર્ષ પહેલાં ફતેહપુરમાં થયાં હતાં અને તેને ચાર બાળકો પણ છે.

સંજૂએ જણાવ્‍યું કે, લગભગ છ મહિના પહેલાં ફતેહપુરમાં એક સંબંધીને ત્‍યાં લગ્ન પ્રસંગમાં તેની મુલાકાત રમેશ સાથે થઈ હતી. ત્‍યાર બાદ બંને વચ્‍ચે મોબાઇલ પર વાતચીત શરૂ થઈ અને ધીમે ધીમે સંબંધ ગાઢ થતો ગયો. રમેશ ગુર્જર જે એક ફાઇનાન્‍સ કંપનીમાં નોકરી કરે છે, તેણે જણાવ્‍યું કે, તેનો પરિવાર આ સંબંધ સ્‍વીકારવા તૈયાર છે અને તેણે સંજૂનો સાથ આપવાનું વચન આપ્‍યું છે.

મહિલાએ જણાવ્‍યું કે, તેનો પતિ અમદાવાદમાં રહે છે, પણ બંને વચ્‍ચે સતત તણાવ અને અણબનાવ બનતા રહે છે. ઘણી વાર સમજાવવા છતાં એકબીજા વચ્‍ચે મતભેદ ખતમ નથી થતાં. આ જ કારણે તેણે હવે પતિથી અલગ થઈ રમેશ સાથે જીવન જીવવાનો નિર્ણય લીધો છે, સંજૂએ કહ્યું કે, તે સમાજની ચિંતા કર્યા વિના રમેશ સાથે રહેવા માગે છે.

સંજૂ અને રમેશનો આ મામલો હવે આખા વિસ્‍તાર અને સમાજ માટે ચર્ચાનો વિષય બન્‍યો છે. ગામ લોકોમાં અલગ અલગ વાતો થઈ રહી છે. તો વળી પોલીસ પ્રશાસને મહિલાની સુરક્ષા સંબંધિત માંગ પર વિચાર કરવાની વાત પણ કહી છે, જેથી તેમને કોઈ પણ પ્રકારનો ખતરો ન રહે

Related posts

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સહમતિ સધાયાના થોડા જ કલાકોમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

Ahmedabad Samay

વેસ્‍ટ ઇન્ડીઝ ટેસ્ટ સિરીઝ માટે ટીમ જાહેર કરાઇ, ગિલ કેપટન તો રવીન્‍દ્ર જાડેજાને વાઇસ-કેપ્‍ટન જાહેર કરાયો

Ahmedabad Samay

છૂટક ફુગાવો ૮ વર્ષની ટોચે પહોંચ્‍યા બાદ એપ્રિલ ૨૦૨૨માં જથ્‍થાબંધ ફુગાવાએ પણ નવો રેકોર્ડ બનાવ્‍યો હતો.

Ahmedabad Samay

અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ કાર્યવાહી આપાતકાલની યાદ અપાવે છે : ગૃહમંત્રી અમિતશાહ

Ahmedabad Samay

તીરંદાજ દીપિકા કુમારીએ ટોક્યો ઓલમ્પિક મહિલા સિંગલ્સની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

Ahmedabad Samay

અક્ષય કુમારની માતાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો