September 27, 2026
ગુજરાત

વડાપ્રધાન  શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે ભાવનગરમાં, અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ  કર્યુ

વડાપ્રધાન  શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભાવનગરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ  કર્યુ હતું. આ તકે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આત્‍મનિર્ભર પર ભાર મુકયો હતો અને લોકોને સ્‍વદેશી વસ્‍તુઓ અપનાવવા અપીલ કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કહયું હતું કે, આજે ભાવેણા-ભાવનગરે વટ પાડી દીધો છે.

વડાપ્રધાન મોદીએ રોડ શો પણ કર્યો હતો જેમાં લાખોની મેદના તેમની એક ઝલક જોવા એકત્રિત થઇ હતી, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ભારતને જો ૨૦૪૭ સુધીમાં વિકસિત થવું હોય તો તેને આત્‍મનિર્ભર બનવું પડશે. આત્‍મનિર્ભર બનવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્‍પ નથી. ૧૪૦ કરોડ દેશવાસીઓએ એક સંકલ્‍પ લેવો જોઈએ કે, ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી છે.પીએમ મોદીએ આજે ભાવનગરમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્‍યાસ કર્યા. તેમણે બાદમાં વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત થયેલી જનમેદનીને સંબોધિત કરી. પીએમ મોદીએ તેમની આગવી સ્‍ટાઇલમાં સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે ભાવનગરવાળાએ તો આજે વટ પાડી દીધો અને  તેમના જન્‍મ દિવસે શુભકામના પાઠવનારાઓનો આભાર માન્‍યોઅને કહ્યું આ પ્રેમ મારી શક્‍તિ છે.

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, હવે વ્‍યાપાર અને કારોબારને વધુ સરળ બનાવવાનો સમય છે. તેમણે કહ્યું કે, તાજેતરના મોનસૂન સત્ર દરમિયાન સંસદમાં અમે અંગ્રેજોના સમયથી ચાલી આવતા ઘણા જૂના કાયદાઓને બદલ્‍યા છે. મેરીટાઇમ સેક્‍ટરમાં પણ સુધારા કરવામાં આવ્‍યા છે. આ નવા કાયદાઓથી શિપિંગ સેક્‍ટરમાં મોટો બદલાવ આવવાની શકયતા છે, જે આ ક્ષેત્રને વધુ ગતિ આપશે.

Related posts

હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક વરસાદ માટે રેડ એલર્ટ અપાયું,

Ahmedabad Samay

ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો : બિપિન પટેલ (પૂર્વ કાઉન્સિલર, અસારવા)

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ચેટીચંડ પર્વની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે કરી

Ahmedabad Samay

રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકારાશે

Ahmedabad Samay

મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટ

Ahmedabad Samay

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકહિત માટે લાંભા વોર્ડમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો