અમદાવાદના નરોડા વિસ્તારના કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા નરોડા વિસ્તારમાં કોરોના જેવી મહામારીના સમયે જનસેવા નું એક ઉત્તમ ઉદાહરણ આપતા કાર્ય કરવામાં આવ્યા હતા. લોકડાઉન સમયે શ્રી વલ્લભભાઈ પટેલએ કોરોના જેવી મહામારીમાં ગરીબ અને ચાલીમાં રહેતા લોકોને સમયસર બે ટાઈમનું જમવાનું મળી રહે તેવી ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરી હતી, અંદાજે ૧૦૦૦ જેટલા ફૂડ પેકેટ ની સુવિધાઓ પુરી પાડી હતી. તેમના વિસ્તારમાં કોરોના વોરિયરસ તરીકે ફરજ બજાવતા પોલીસ ટીમને પણ ચા નાસ્તાની અને જમવાની સુવિધા પૂરી પાડી હતી, શ્રી વલ્લભભાઈ દ્વારા અને કોરોના વોરિયર એટલેકે મેડિકલ ટીમને ફૂલ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
નરોડા વિસ્તારમાં શાકભાજી ની લારીઓ અને નાના મોટા વ્યાપાર કરતા લોકોને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોરોના જેવી બીમારીથી કેવીરીતે સુરક્ષિત રહી શકાય અને પોતાની લારીપર શાકભાજી લેવા આવતા લોકોમાં દુરી જાળવી રાખવા અને માસ્ક પહેરી રાખવાની સુચના આપવાનું જણાવ્યું હતું,