પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુખદ સમાચાર, એક્ટર અને બોડી-બિલ્ડર વરિંદર સિંહ ધુમનનું નિધન થઈ ગયું છે. કહેવાય છે કે તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. ફેન્સની વચ્ચે માતમ છવાયેલો છે. વરિંદરના મોતના સમાચાર સાંભળી સૌ કોઈ ચોંકી ગયા છે.
કહેવાય છે કે વરિંદર બાઇસેપ્સ ઇન્જરીનું માઇનર ઓપરેશન કરાવવા માટે અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં ગયો હતો. તે એકલા જ ઘરેથી નીકળ્યા હતા. કારણ કે માઇનર ઓપરેશન હતું, એટલા માટે આજે જ તેમને પાછા આવવાનું હતું પણ અચાનક તેમને કાર્ડિયક અરેસ્ટ આવ્યો અને તેમનું મોત થઈ ગયું.
સલમાન ખાન સાથે વરિંદર ફિલ્મ ટાઇગર 3માં દેખાયા હતા. તેમની બોડી બિલ્ડિંગના સૌ કોઈ વખાણ કરતા હતા. જે રીતે ફિઝીક વરિંદરે બનાવી હતી, તેને જોઈ સલમાન ખાનના ફેન્સ પણ દીવાના થઈ ગયા હતા. આ ફિલ્મ 2023માં રિલીઝ થઈ હતી.
સલમાન ખાન સાથે પણ વરિંદરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. જેમાં તેનો લુક ખૂબ જ ગંભીર નજર આવી રહ્યો હતો. જ્યારે ફિલ્મનું ટ્રેલર આવ્યું હતું, ત્યારે વરિંદર ફેન્સની વચ્ચે પોતાની પર્સનાલિટીને લઈ છવાઈ ગયો હતો. વરિંદર એક જાણીતો ફિટનેસ ફ્રીક હતો. વરિંદર મિસ્ટર ઈંડિયા 2009 રહી ચુક્યો હતો. ખાલી આટલું જ નહીં, વરિંદર મિસ્ટર એશિયા ચેમ્પિયનશિપમાં સેકેન્ડ પોઝિશન પર રહ્યો હતો. તેને ધ હીમેન ઓફ ઈંડિયા કહેવાય છે. પણ વરિંદરને એક્ટિંગનો ખૂબ શોખ હતો.
