ભારતીય જનતા પાર્ટીના સહયોગથી ઉત્તર ભારતીય વિકાસ પરિષદની છઠ પૂજા સેવા સમિતિ દ્વારા અમરાઇવાડી વિધાનસભામાં આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠ પૂજાના છઠ્ઠા વર્ષના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભાજપના શહેર ઉપાધ્યક્ષ શ્રી પરાગ ભાઈ નાયક, અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડો.હસમુખ પટેલ, ઉત્તર ભારતીય વિકાસ પરિષદના શહેર પ્રમુખ શ્રી વિનય મિશ્રા, મહાનગરપાલિકા પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, ધર્મેન્દ્ર (ધમભાઈ) પટેલ, અમરાઈવાડી વોર્ડના કાઉન્સિલર જશીબેન પરમાર, પ્રતિભા બેન દુબે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જ્ઞાનેન્દ્ર મિશ્રા, જનરલ સેક્રેટરી શ્રી વિષ્ણુ શર્મા, શ્રી કુણાલ બધવાના સહિત તમામ કાર્યકરો અને લગભગ 3000 ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આયોજક સમિતિના સભ્યો શ્રી મહેન્દ્ર ગુપ્તા, બ્રિજેશ તોમર, ચંદ્રશેખર ધનગર, રાકેશ જયસ્વાલ, વિષ્ણુ શર્મા દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
