ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં રાત્રી અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.
અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. શહેરનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આજે મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.7
