July 24, 2026
ગુજરાત

24/07/2026 શુક્રવારના રોજ જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે

રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત  ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે થી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આજે તા. 23/07/2026 ના રોજ સત્તાવાર પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરવામાં આવી છે કે, તા. 24/07/2026 શુક્રવારના રોજ જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે.

જિલ્લા કલેક્ટરશ્રીની મળેલ સૂચના મુજબ DEO કચેરીએ નીચેની તમામ સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.શહેરી વિસ્તાર સુરત મહાનગરપાલિકા અને જિલ્લાની તમામ નગરપાલિકા હેઠળની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા,ગ્રામ્ય વિસ્તાર.જિલ્લાની તમામ ગ્રામ્ય વિસ્તારની સરકારી અને ખાનગી શાળાઓ,આંગણવાડી કેન્દ્રો જિલ્લાની તમામ આંગણવાડીઓ.

રજા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ શાળામાં ફરજ બજાવતા તમામ શિક્ષકો અને કર્મચારીઓ માટે પણ લાગુ રહેશે.

પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વધુ વરસાદની શક્યતાને કારણે રસ્તાઓ પર પાણી ભરાવા, ઝાડ પડવા અને અન્ય અકસ્માતોનો ભય રહે છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવામાં મુશ્કેલી પડે અને સલામતી જોખમાય તેથી આ પગલું ભરવામાં આવ્યું છે

આ પરિપત્ર પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની સહીઓ કરવામાં આવી છે. તમામ શાળાના સંચાલકો અને આચાર્યશ્રીઓને આ નિર્ણયનો ચુસ્તપણે અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે વરસાદ દરમિયાન બાળકોને ઘરમાં જ રાખે અને બિનજરૂરી બહાર ન નીકળવા દે

Related posts

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

વડાપ્રધાનનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસ, રાજકોટથી ગાંધીનગર સુધીનો આ છે કાર્યક્રમ

Ahmedabad Samay

શાહપુરમાં આજે સવારના સમયે ૪.૩૦ વાગ્‍યે ન્‍યૂ એચ કોલોનીના મકાનમાં અચાનક આગ લાગી, પતિ,પત્ની અને બાળકનું થયું કરુણ મોત

Ahmedabad Samay

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે વીર

Ahmedabad Samay

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 12 સાયન્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ, સફળ ન થનારને વિદ્યાર્થીઓને આપ્યો આ મેસેજ

Ahmedabad Samay

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો