“ચોમાસામાં મચ્છરજન્ય રોગોમાં વધારો ના થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મચ્છર જન્ય રોગો અટકાવવા માટે મચ્છરોનું બ્રિડિંગ ના થાય તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
હેલ્થ વિભાગ દ્વારા 299 યુનિટ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 176 યુનિટ માં મચ્છરોનું બ્રિડિંગ મળી આપતા નોટિસ આપવામાં આવી હતી. તેમજ વધુ બ્રિડિંગ મળી આવ્યું હોય તેવી 65 એકમો ને 5.96 લાખ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
ચોમાસામાં વરસાદનું પાણી ભરાઇ રહેવાના કારણે મચ્છરોનું બ્રિડિંગ થાય છે અને જેને કારણે મસાજ અને રોગો ફેલાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે કમર્શિયલ એકમો ચેક કરતા નીચે મુજબની જગ્યાઓ પરથી બ્રિડિંગ મળી આવી હતી.
ટેરેસ પર રાખેલ ભંગારમાંથી, ફૂલછોડના કુંડામાંથી, ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકી માંથી, ફ્રીજ ની ટ્રે માંથી, કુલર માંથી ,લિફ્ટના ખાડામાંથી, ખુલ્લી ટાંકીમાંથી , સ્ક્રેપ મટીરીયલ્સ માંથી તેમજ ભોયરામાં વગેરે જગ્યાએથી મચ્છરોના વધુ પ્રમાણમાં બ્રિડિંગ મળી આવ્યા હતા. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે ચોમાસામાં આસપાસની જગ્યાઓ જેમ પાણી ભરાઇ રહે તેવો હોય તેને સ્વચ્છ રાખવી જોઈએ”