September 21, 2026
ફૂડ ફોર યુ

ઠાકોર સાહેબની સ્પેશિયલ ડીસ “રોટી કોન ચાટ”

રોટી કોન ચાટ

સામગ્રી: બટાકા,ડુંગળી,લીલા મરચાં,આદુ,કોથમીર, મીઠું,ચાટ મસાલો,ચીલીફલેક્સ, મસાલા શીંગ,ઘઉંનો લોટ,તેલ,સેવ,મેંદો,
રીત: સૌ પહેલા રોટલીનો લોટ બાંધીને પાતળી રોટલી બનાવીને અધકચરી સેકી લો.બટાકા બાફીને તેમાં ઝીણી કરેલ ડુંગળી-લીલા મરચાં-કોથમીર,આદુ,અને મસાલા શીંગ નાખો તેમાં સ્વાદ મુજબ મીઠું,ચીલીફલેક્સ, ચાટ મસાલો નાખીને બરાબર મિક્ષ કરો અને સ્ટફિંગ તૈયાર કરો.હવે એક વાસણમાં મેંદો લઇ તેમાં જરાક પાણી નાખીને ઘોલ તૈયાર કરો પછી રોટલીના વચ્ચેથી બે ભાગ કરી તેને કોન ની જેમ વાળી બે છેડા મેંદાના ઘોલ વડે ચોંટાડીલો પછી તેમા બનાવેલું સ્ટફિંગ ભરીને ઉપરનો ભાગ ઘોલ મા થોડો ડીપ કરીલો પછી એક વાસણ મા તેલ મૂકી સેલો ફ્રાય કરો પછી ઉપરનો ભાગ લીલી ચટણી-ગળી ચટણી મા ડીપ કરીને સેવમાં ડીપ કરો બાળકોને ખૂબ ભાવસે..

Shef Rajesh Thakor
Chef Rajesh Thakor

(ઉપર સેવ ની જગ્યાએ ચીઝ પણ નાખી શકાય)

Related posts

પાલક પનીરની વધુ એક લાજવાબ રેસિપી” પાલક પનીર ટોસ્ટ”

Ahmedabad Samay

ડિનર ખાવા પેહલા બનાવો સ્ટાર્ટઅપ “ સેવ રોલ ”

Ahmedabad Samay

આજે ઘરેજ બનાવો સ્વાદિષ્ટ પનીર ચિલ્લી ગ્રેવી

Ahmedabad Samay

ઘરમાં શાક નથી ? તો ચિંતા ન કરો આજે બનાવો ” ઢોકળી નું શાક”

Ahmedabad Samay

અપચો અને ઉબકા જેવી સમસ્યાઓ માટે ઘરમાં બનાવીને રાખો હિંગનું અથાણું, જાણો તેને બનાવવાની પરંપરાગત રીત

Ahmedabad Samay

હવે લોકડાઉનમાં ઘરેજ બનાવો બાળકોના મનપસંદ વાઇટ સોસ પાસ્તા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો