ઓગસ્ટ માસમાં કુબેરનગર ફાટક રોડ પર પ્રેમ માર્કેટ નામની બિલ્ડિંગ એકાએક ધસી પડી હતી. આ ઘટનામાં પ્રેમ ઉર્ફે સોનુ નામના વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું હતું
મૃતકના પરિવારજનોએ દુકાન માલિક પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે જગ્યાનું ગેરકાયદેસર વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ દુકાનદારનું નામ ઘનશ્યામ મેઘરજભાઈ સિંધી છે. ઘનશ્યામ સિંધીએ ટીવીનો શો-રૂમ કરવા માટે 3 દીવાલો તોડી નાંખી હતી. જેથી આ ઘટના બની છે.
આ અંગે પોલીસ કેસની તપાસ ચાલતી હતી ત્યારે ઘનશ્યામભાઈ, મયુર ટેલર સહિત કેટલાક લોકો પોલીસ કેસ ન થાય તે માટે ધમકી આપતાં હતા જો કે આ ધમકીથી કંટાળી સંતોષભાઈએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. સોમવારે યુવકના પિતાએ પુત્રનો મૃતદેહ મળ્યો હતો તે જગ્યાએ જ જ્વલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી હતી
જોકે આસપાસના લોકોએ દોડીને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.પોલીસ દ્વારા દુકાનદાર ઘનશ્યામ સિંધી સામે આઈપીસી કલમ ૩૦૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો અનુુુસાર તપાસમાં બહાર આવ્યું હતું કે, દુકાનમાલિક ઘનશ્યામ સિંધીએ પિલર હટાવી લેતા બાંધકામ નબળું થઈ ગયું હતું.