September 29, 2026
દેશરાજકારણ

ટીએમસીના ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરે ચૂંટણી મેનેજમેન્ટનું પ્રોફેશન છોડવાનો નિર્ણય

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરે ચૂંટણી મેનેજમેન્ટનું પ્રોફેશન છોડવાનો નિર્ણય કર્યો છે. બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ રવિવારે સામે આવ્યા બાદ પીકેએ આ જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે, તે હવે કંઈક બીજુ કરવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે તેમણે મમતા બેનર્જીની પાર્ટીની ચૂંટણી રણનીતિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની મદદથી મમતા બેનર્જી ફરી સત્તામાં વાપસી કરી રહ્યા છે.

પ્રશાંત કિશોરે રવિવારે કહ્યુ કે, ઇલેક્શન મેનેજમેન્ટ અને  IPAC છોડી રહ્યા છે કારણ કે તે હવે બીજુ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, તે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પોતાના મેનેજમેન્ટમાં લડાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી અને ડીએમકેની જીતથી ખુબ ખુશ છે. આ સિવાય તેમનો આ દાવો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપની સીટો માત્ર બે આંકડામાં રહેશે, તે સાચુ સાબિત થવાથી તેમને ખુશી છે.

ભાજપને બે આંકડામાં સમેટવાની કરી હતી વાત

પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામ સામે આવ્યા પહેલા દાવો કર્યો હતો કે જો ભાજપ 100થી વધુ સીટ જીતશે તો તે પોતાનું કામ છોડી દેશે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભગવા પાર્ટી માત્ર બે આંકડામાં જ રહેશે. 2 મેએ રવિવારે પરિણામ સામે આવ્યા બાદ પીકેનો દાવો સાચો સાબિત થઈ રહ્યો છે. ભાજપને 80-85 સીટો સામે આવી રહી છે. પીકેએ કહ્યુ કે, તેમનો દાવો સાચો સાબિત થયા બાદ પણ તે આ ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છતા નથી

Related posts

દિલ્હીમાં મહિલા પહેલવાનોના વિરોધ પ્રદર્શનને ગુજરાત AAPનું સમર્થન, PMને આપશે કાળો રૂમાલ, રેશમા પટેલે કહ્યું- BJPની મહિલાઓ શૂર્પણખા બની છે…!

Ahmedabad Samay

ભાજપના ઉમેદવારો પોતાના મત વિસ્‍તારમાં શુભેચ્‍છા મુલાકાત શરૂ કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહયા છે

Ahmedabad Samay

ભારતીય ટીમના કેટલાક એવા રેકોર્ડ વિશે જાણીએ જેને તોડવા પાકિસ્‍તાન માટે ખૂબ જ મુશ્‍કેલ છે.

Ahmedabad Samay

કર્ણાટક કેબિનેટનું આજે થશે વિસ્તરણ! 24 ધારાસભ્યો લેશે મંત્રી પદના શપથ, જાણો સંપૂર્ણ વિગતો

Ahmedabad Samay

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

ભારત અને ચીન વચ્ચે ના અથડામણ માં ૭૦ જેટલા જવાનો શહીદ થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો