ઓલિમ્પિક પદક વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારને પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે. હવે તેને દિલ્હી પોલીસને સોંપવાની તૈયારી કરવામાં આવી રહી છે.
સુશીલ કુમાર છત્રસાલ સ્ટેડિયમમાં એક પૂર્વ પહેલવાનની હત્યામાં સામેલ છે તેવો આરોપ તેમના પર લાગ્યો છે. તે છેલ્લા કેટલાક સમયથી ફરાર હતા પોલીસ તેમને શોધી રહી હતી. તેમણે દિલ્હીની એક અદાલતમાં આગોતર જામીન માંગ્યા હતા પરતું કોર્ટે તેમની જામીન અરજી ફગાવી હતી. તે કેટલાક દિવસોથી ફરાર હતાં .
દિલ્હી પોલીસે સુશીલ કુમાર પર એક લાખ રૂપિયાની ઇનામની જાહેરાત કરી હતી. લુક આઉટ નોટિસ પણ બજાવવામા આવી હતી ,પંજાબ પોલીસે તેને પકડી પાડયો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે