“ગુજરાત સરકાર દ્વારા કોલેજમાં પ્રવેશતા ૩ લાખ જેટલા યુવાનોને રાબેતા મુજબની યોજના મુજબ અત્યંત રાહત ભાવના ટેબ્લેટનું વિતરણ થનાર છે. હાલ તેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. નામાંકિત કંપનીઓના ટેન્ડર આવ્યા છે.
સરકાર કોલેજમાં પહેલા વર્ષમાં પ્રવેશતા તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપશે. ટેબ્લેટનો ભાવ ગયા વર્ષની જેમ રૂપિયા ૧ હજાર રહેશે પણ તેની સાઈઝ મોટી હશે. અગાઉ ૬ ઈંચના ટેબ્લેટ અપાતા હતા. આ વર્ષે સરકાર ૮ ઈંચના ટેબ્લેટ આપવા માંગે છે. જેની બજાર કિંમત રૂ. ૮ થી ૧૦ હજાર ગણાય છે. ગયા વર્ષે જે વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત રહી ગયેલ તેને આ વખતે ટેબ્લેટ આપવામાં અગ્રતા અપાશે. સ્નાતક અને તેની સમકક્ષના અભ્યાસક્રમના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાશે.”