પોલીસ કમિશ્નર સંજય શ્રિવાસ્તવ દ્વારા અમદાવાદ શહેરમાં ૧૦ પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે . જેમાં દાણીલીમડા, કારંજ, સાયબર ક્રાઇમ, વિશેષ શાખા, વસ્ત્રાપુર, શહેર કોટડા, ઇસનપુર, એસ.ઓ.જી, ગોમતીપુર અને કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટરની પોલીસ કમિશ્નર દ્વારા બદલી કરવામાં આવી છે .
અમદાવાદ શહેરના 10 પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી છે.
પી. આઇ. એમ. એમ. લાલીવાલાની દાણીલીમડા પોલીસ સ્ટેશનમાંથી કારંજ પોલીસ સ્ટેશનમાં બદલી.
પી.આઇ. ડી.વી. તડવીની કારંજ પોલીસ સ્ટેશનમાંથી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.
સાઇબર ક્રાઇમના પી.આઇ. આર.જે. ચૌધરીની દરિયાપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.
વિશેષ શાખામાંથી પી.આઇ. એસ.જી ખાંભલાની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. આર. એમ. સરોદેને સાઇબર ક્રાઇમ ખાતે બદલી કરવામાં આવી.
શહેરકોટડા પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.જે. રાજપૂતને એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.
ઇસનપુર પોલીસ સ્ટેશનના પી.આઇ કે.બી. સાંખલાની શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.
એસ.ઓ.જી.માંથી પી.આઇ કે.જે. ઝાલાની વાસણા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.
ગોમતીપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. સી.બી. ટંડેલની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી.
કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પી.આઇ. જે. કે. રાઠોડને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.