“ભારતીય મહિલા ક્રિકેટર હરલીન દેઓલએ શાનદાર કેચ ઝડપી દિગ્ગજ સચિન તેંડુલકરને પોતાના દીવાના બનાવી દીધા છે. હરલીને શાનદાર કેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
સચિનએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેંડલ પર હરલીનના કેચનો વીડિયોને ટ્વીટ કરતાં લખ્યું, આ એક શાનદાર કેચ હતો હરલીન દેઓલ. મારા માટે આ વર્ષનો સર્વશ્રેષ્ઠ કેચ છે.’
હરલીને કેચ પકડવા માટે પોતાની એથલેટિક્સ સ્કિલનો પરિચય આવતાં હવામાં છલાંગ લગાવી દીધી. તેમણે બોલને લપકી લીધો અને જ્યારે ખબર પડી કે સંતુલન બગડી રહ્યું છે તો તેમણે બોલને બાઉન્ડ્રીની અંદર ઉછાળી દેધો અને પોતે બાઉન્ડ્રીની બહાર જતી રહી. પરંતુ તેમછતાં હરલીનએ બાઉન્ડ્રીની અંદર ડાઇવ લગાવીને બોલને કેચ કરી લીધો.”