અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી ખંડણી કેસમાં ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડી મેળવશે. આ ઉપરાંત 2017માં અપક્ષ કાઉન્સિલર પર ફાયરિંગનો કેસ પણ છે.
ગેંગસ્ટર રવિ પૂજારીએ વર્ષ 2017માં બોરસદમાં કોર્પોરેટેર પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો. આ કેસ મામલે ક્રાઈમ બ્રાન્ચ રવિ પુજારીની કસ્ટડી મેળવી અમદાવાદ લાવશે. આ આરોપી સામે દેશભરમાં 60થી વધારે ગુનાઓ છે. હવે અમદાવાદ સહિત ગુજરાતમાં નોંધાયેલ કેસોમાં વોન્ટેડ હતો તે કેસોમાં તેની ધરપકડ થશે અને ત્યાં તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે.
રવિ પુજારીએ લોકો પાસેથી કરોડોની ખંડણી પણ ઉઘરાવી છે. જેથી તેની ધરપકડ આફ્રિકાથી કરવામાં આવી હતી. જો કે, હાલમાં તે મહારાષ્ટ્રની જેલમાં સજા ભોગવી રહ્યો છે. જો કે, રવિ પૂજારીને અમદાવાદ સહિત ગુજરાતના અનેક ગુનાઓમાં વોન્ટેડ જાહેર કરાયો હતો. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રવિ પુજારીની કસ્ટડી લેવા માટે મહારાષ્ટ્ર પહોંચી છે અને ટ્રાન્ઝિક્ટ રિમાન્ડને આધારે તેની કસ્ટડી લેવામાં આવશે.