ભારત એક સંપ્રદાયિક દેશ છે ભારત દેશનું બંધારણ ભારતમાં રહેતા તમામ લોકોને સમાન હક આવપની લેખિત બાંહેધરી આપે છે. તે કોઈ પણ પ્રકારની ઉચનીચનું સમર્થન કરતું નથી. તેમ છતાં ભારતમાં રહેતા લોકોમાં ઉંચનીચની ભાવના જોવા મળે છે. જેના કારણે ભારતના અનેક રાજ્યોમાં લોકો અસમાનતાના ભેદભાવથી સતત પીડાઈ રહ્યા છે.
કેમ જો સવાલ થાય છે મનમાં તો તે વ્યાજબી સવાલ છે. પરંતુ શું આમ મનમાં સવાલો જ તેનું નિરાકરણ છે. ના તેનું નિરાકરણ માત્ર મનમાં સવાલ કરવાથી તો નહી જ આવે, તમે એકદમ સાચું વિચારો છો, સમાજમાં જ્યાં સુધી માણસાઈ અને જાગૃત નહીં આવે ત્યા સુધી તે અશક્ય છે.
આવી જ એક ઘટના ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે સામે આવી છે. જ્યાં એક દેવી પૂજક જ્ઞાતિના વ્યક્તિનું મોત થતા તેના અંતિમ સંસ્કાર માટે સ્માશાનમાં અંતિમવિધિ માટે જગ્યા ન આપવાના કારણે પરિવાર ભર ચોમાસામાં ધોધમાર વરસાદ વચ્ચે તાડપતરીના સહારે તે વ્યક્તિને અગ્નિ સંસ્કાર આપવા મજબૂર બન્યા છે.
સમાજ દ્વારા આ મામલે વારંવાર સ્મશાન બનાવી આપવા મામલે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ નિંદ્રાધિન તંત્ર હજી સુધી જાગ્યું નથી. જેના કારણે પરિવાર દ્વારા ભારે મુશ્કેલીનો સામનો કરી ભારે વરસાદ વચ્ચે ખુલ્લામાં અગ્નિ સંસ્કાર કરવા પડ્યા હતા.
માનવીના અંતિમ વિસામા સમાન સ્મશાનભૂમિ પ્રત્યે પણ ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોય તેની પ્રતિતિ કરાવતો કિસ્સો જસલપુર ગામે જોવા મળ્યો છે. સ્મશાનનો અભાવ સાથે સાથે મૃતદેહ માટે અગ્નિસંસ્કારમાં વપરાતા લાકડાઓ ખુટી ગયા હોવાથી સગાઓને લાકડા લેવા માટે દોડધામ પણ કરવી પડી હતી.
દેવીપૂજક સમાજનું કહેવું છે કે આ સમસ્યાથી તેઓ ઘણા વર્ષોથી પીડાઈ રહ્યાં છે. તેમના દ્વારા તંત્રને સમસ્યાને લઈ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા તેમની રજૂઆતોને આજ દીન સુધી ધ્યાને લેવાઈ નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, બીજી સમાજમાં સ્મશાન છે પરંતુ અમારી સમાજ માટે સ્મશાનના અભાવને કારણે આ રીતે અંતિમક્રિયા કરવામાં આવે છે.
આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં હ્રદય કંપી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં ચાલુ વરસાદમાં સગાઓ તાડપતરીના સહારે અંતિમવિધિ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વીડિયો જવાબદાર તંત્ર સુધી પહોંચે તેમજ તેમની માંગ પૂરી થાય તેવી આશા દેવીપૂજક સમાજના લોકો કરી રહ્યા છે.
ત્યારે હવે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે અને કોણ કરશે તે જોવું રહ્યું કે પછી આજ રીતે લોકો ભેદભાવનો શિકાર થતા રહેશે અને આમ જ જાહેર જગ્યામાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બની રહેશે.