અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બે માળના બેઝમેન્ટમાંથી નીચેના પાર્કિંગ બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી છે. આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડની 30 ગાડી ઘટના સ્થળે હાજર પહોંચી છે. તેમજ અમીતભાઇ શાહે આ ઘટનાની પળપળની માહિતી મેળવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બે માળના બેઝમેન્ટમાંથી નીચેના પાર્કિંગ બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી છે. આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે.
લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગની જાણ થતા જ ફાયર વિભાગની 5 ટીમ આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે આવી પહોંચી હતી
આગ લાગવાની ઘટનામાં દર્દીઓને હાલ કોઈ અસર થઈ નથી તેવુ અધિકારીએ નિવેદન આપ્યુ છે. જોકે સતર્કતા ના ભાગ રૂપે જરૂર જણાય તેમ દર્દીને મુવ કરવા સૂચન કરવામાં આવ્યુ છે
વહેલી સવારે 4 થી 5 વચ્ચે દરમિયાન આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. દર્દીઓને 20 થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા 100થી વધારે દર્દીઓને ખસેડવામાં આવી રહ્યા છે.
આ ઘટનામાં એક શ્વાનનું બેઝમેન્ટ માંથી રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. તો ધુમાડો દૂર કરવા ચક્રવાત અને બ્લોવર મશીન ની મદદ લેવાઈ રહી છે.