ભાજપ સરકાર દ્વારા આમતો વિકાસની અને સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ભાજપની વાતો એ વાતોના વડાસમાન છે ફક્ત વિકાસની અને સ્વચ્છતાની વાતોજ છે વરસાદની ઋતુ આવે તે પહેલા પ્રિ મોન્સૂન પ્લાન પણ કરવામાં આવે છે પરંતુ તે પ્રિ-મોન્સૂન પણ ફક્ત ચોપડામાં જ રહી જાય છે .
વરસાદ પડ્યા બાદ શહેરમાં ઠેરઠેર વરસાદ પાણી ભરાઇ જાય છે. અમદાવાદમાં નવા નરોડા વિસ્તારમાં હાલ પુરપાટ ઝડપે વિકાસ થઇ રહ્યો છે જ્યાં ત્યાં મોટ મોટી બિલ્ડીંગો બની રહી છે પરંતુ આ વિકાસમાં સરકાર તેમના વિકાસના કામો કરવાનું ભૂલી ગઇ છે,
નરોડામાં વિસ્તારમાં આવેલ નરોડા સ્માર્ટસીટી ના આગળ અને તેના આજુ બાજુના રહેવાસીઓ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠી છે એક તરફ દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકાર વાગી રહ્યા છે,
શહેરમાં મચ્છર જન્ય રોગો અને અન્ય રોગોમાં પણ ચિંતા જનક વધારો થઇ રહ્યો છે તો પણ સરકાર વરસાદી પાણી ભરવાનાની સમસ્યાને અણદેખો કરી રહી છે કોર્પોરેશને વારંવાર ભરીયાદ કરવા છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ આવતો નથી.
વરસાદી પાણી ભરાઇ જવાના કારણે અહીંના રહીશોમાં મચ્છર જનયો રોગો તેમના વિસ્તારમાં ફેલાઇ ન જાય તેનો ભય સતાવી રહ્યો છે.