September 27, 2026
ગુજરાત

જીસીએસ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 8 માર્ચના રોજ, જીસીએસ હોસ્પિટલ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીસીએસ હોસ્પિટલની મહિલા સ્ટાફ માટેના આ ખાસ કાર્યક્રમમાં આ વર્ષની થીમ “બ્રેક ધ બાયસ” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ, શોર્ટ ફિલ્મ, ગેમ્સ-ક્વિઝ, ફોટો-સેશન જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 300થી વધારે મહિલા ડોક્ટરો, નર્સો અને સ્ટાફે ભાગ લીધો હતો. મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવા માટે જીસીએસ વુમનિયા ગ્રુપ દ્વારા એક આગવી પહેલ “વીવોલ્વ”નું લોન્ચ કરવામાં આવ્યું હતું,

જેમાં જીસીએસ હોસ્પિટલની મહિલા સ્ટાફને વર્ક લાઈફ તેમજ અંગત જીવનમાં થતી મુશ્કેલીઓ અને માનસિક સમસ્યાઓ અંગે નિષ્ણાત ટીમ દ્વારા માર્ગદર્શન મળશે. જીસીએસ હોસ્પિટલમાં કાર્ય ક્ષેત્રે અસાધારણ યોગદાન આપવા બદલ 10 મહિલા સ્ટાફ-ડોક્ટરો, નર્સોનું તેમની સફળતા અને સિદ્ધિઓ માટે મુખ્ય મહેમાન ઋજુ દેસાઈ (ફિટનેસ એક્સપર્ટ), ચાંદની શાહ (એન્ટરપ્રેન્યોર) તેમજ નેહા લાલ (સિનિયર મેનેજર – ઓપરેશન્સ અને એચઆર)ના હસ્તે “વન્ડરફુલ આઉટસ્ટેન્ડિંગ વુમન” એચીવર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કાર્યક્રમના મુખ્ય મેહમાન ઋજુ દેસાઈ દ્વારા ફિટનેસ, ચાંદની શાહ દ્વારા એન્ટરપ્રેન્યોરશિપ પર અને ડો. જયશ્રી બામણીયા દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઇજીન પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

Ahmedabad Samay

૨૦૨૧ ના શરૂઆતમાં મળશે કોરોના વેકસીન,

Ahmedabad Samay

ગાંધીનગરનું અક્ષરધામ, શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ

Ahmedabad Samay

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે કૃષિ મંત્રીને ફોજદારી માનહાનિના કેસમાં આપી રાહત, લગાવ્યો કાર્યવાહી પર સ્ટે

Ahmedabad Samay

અમદાવાદથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ સનસનાટીભર્યા ખુલાસા કર્યા, મંદિરોના પ્રસાદ દ્વારા કરવાના હતા કેમિકલ અટેક, જાણો શુ હતી ચાલ

Ahmedabad Samay

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ થશે:હવામાન વિભાગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો