September 23, 2026
ગુજરાત

આ વર્ષે ૯મી મેથી ૧૨ જૂન સુધી ૩૫ દિવસનું રહેશે ઉનાળુ વેકેશન

રાજયની પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓમાં ૩૫ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્‍યું છે. બે વર્ષથી કોરોનાના કારણે સ્‍કૂલો બંધ રહેવાના કારણે પરીક્ષા સહિતના શિડ્‍યુલ ખોરવાઈ ગયા હતા, જે બાદ આ વર્ષે સ્‍કૂલોમાં પરીક્ષા લેવાઈ છે અને વેકેશન સહિતના શૈક્ષણિક કાર્યો સામાન્‍ય બની રહ્યા છે. હાલ રાજયમાં ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. જે બાદ પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓમાં પરીક્ષા લેવાશે અને તે પછી વેકેશન જાહેર કરવામાં આવ્‍યું છે.

આ વર્ષે પ્રાથમિક અને માધ્‍યમિક એમ બન્નેના વેકેશન એક સાથે શરુ થશે. આમ થવાથી જે વાલીઓના બાળકો પ્રાથમિક તથા માધ્‍યમિક એમ અલગ-અલગ અભ્‍યાસ કરતા હોય તેમને પણ વેકેશનમાં કેટલાક આયોજનો કરવામાં સરળતા રહેશે.
દરેક જિલ્લાના શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સંકલન કરીને બન્ને વર્ગોના સાથે વેકેશન જાહેર કરવામાં આવ્‍યા છે. જેમાં તારીખ ૯ મેંથી ૧૨ જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. મહત્‍વનું છે કે, દર વર્ષે વાર્ષિક શૈક્ષણિક કેલેન્‍ડર પ્રમાણે ઉનાળુ અને દિવાળી વેકેશન જાહેર કરવામાં આવતા હોય છે.

આ સાથે કેટલીક જાહેર રજાઓ દરમિયાન ક્‍યારે રજા રહેશે તે પણ અગાઉથી નિશ્‍ચિત હોય છે. માધ્‍યમિક શાળાઓ માટે બોર્ડ દ્વારા વાર્ષિક કેલેન્‍ડર અગાઉ જાહેર કરવામાં આવ્‍યું છે જોકે, હવે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ માધ્‍યમિક પ્રમાણે વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે.
૯મી મેથી ૧૨ જૂન સુધી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન રહ્યા બાદ માધ્‍યમિક અને પ્રાથમિક શાળાઓ ૧૨ જૂનથી ફરી નવા સત્ર સાથે રાબેતા મુજબ શરુ કરવામાં આવશે. ભૂતકાળમાં પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓમાં અલગ-અલગ દિવસોમાં વેકેશન જાહેર કરવામાં આવતું હતું, જેના લીધે કેટલીક મુશ્‍કેલીઓ ઉભી થતી હતી.

હવે આ સમસ્‍યાઓના નિવારણ માટે સરકારી, ગ્રાન્‍ટેડ અધ્‍યાપક મંદિર, બાલ અધ્‍યાપન મંદિર, સ્‍વનિર્ભર પીટીસી કોલેજ સહિતની કચેરીઓમાં એક સરખું વેકેશન રાખવાની તાકીદ કરવામાં આવી છે. આમ થવાથી પ્રાથમિક અને માધ્‍યમિક એક અલગ-અલગ અભ્‍યાસ કરતા બાળકોના વાલીઓને પણ રાહત મળશે અને તેઓ વેકેશન એક સરખું હોવાથી સરળતાથી કેટલાક આયોજન કરી શકશે.
મહત્‍વનું છે કે, કોરોનાના કારણે શૈક્ષણિક શિડ્‍યુંલ ખોરવાઈ ગયું હતું, જેમાં પરીક્ષા સહિતના આયોજનમાં ફેરફાર કરવા પડ્‍યા હતા.

જોકે, આ વખતે કોરોનામાં દ્યણી મોટી રાહત મળતા સ્‍થિતિ કાબૂમાં આવતી શૈક્ષણિક કાર્યો નિશ્ચિત સમયે યોજાઈ રહ્યા છે. જો ચોથી લહેરનું જોખમ ઉભું ના થયું તો આગામી શૈક્ષણિક વર્ષ પણ આયોજન પ્રમાણે આગળ વધતું રહેશે.

Related posts

માં ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભઅવસરની ઉજવણી અર્થે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

Ahmedabad Samay

જુલાઇથી સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થવાની સંભાવના

Ahmedabad Samay

ધ કશ્મીર ફાઇલ મુવી જોવા એમ.કે.ચશ્મા ઘર દ્વારા આપવામાં આવી આકર્ષક ઓફર

Ahmedabad Samay

અમદાવાદમાં આવેલ નરોડા GIDC આ આજ રોજ એક કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

ક્ષત્રિયોનો ઉગ્ર આંદોલ હોવા છતાં પરસોત્તમ રૂપાલાનો જોરો શોરોથી ચૂંટણી પ્રચાર યથાવત

Ahmedabad Samay

ગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો