August 13, 2026
ગુજરાત

અમદાવાદ – રથયાત્રાની પુરજોશમાં તૈયારીઓ, દરરોજ બને છે ભગવાનનો પ્રસાદ

અમદાવાદમાં રથાત્રાની પુરજોશમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે ત્યારે ભગવાનનો વિશેષ પ્રસાદ નિજ મંદિર ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો છે. માલપુઆ અને દૂધપાકના પ્રસાદનું વિશેષ મહત્વ છે. દરરોજ 8થી 10 મણ જેટલો પ્રસાદ રથયાત્રા દરમિયાન બનતો હોય છે. ભગવાન જગન્નાથ મંદિરમાં નાના મોટા એમ બે પ્રકારના માલપુઆ બને છે.

  • 146મી રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં
  •  માલપુઆનો પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવે છે
  • વર્ષોથી માલપુઆ, દૂઘપાકના પ્રસાદનું વિશેષ મહત્વ
  • આગામી 20 જૂને યોજાશે રથયાત્રા

146મી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા જઈ રહી છે જેની તૈયારીઓ અત્યારથી જ કરી દેવામાં આવી છે. માલપુઆ, દૂધપાકની સાથે સાથે ગાંઠીયા, બુંદીના પ્રસાનું વિશેષ મહત્વ છે. માલપુઆ અને દૂધપાકના પ્રસાદનો જમાલપુરના મંદિરમાં ભંડારો યોજાય છે.  20 જૂને રથયાત્રા યોજાવાની છે ત્યારે માલપુઆના પ્રસાદનં વિશેષ મહત્વ છે. મંદિરમાં અત્યારે આ પ્રસાદ બનાવવામાં આવે છે.

માલપુઆને કાળી રોટી તરીકે ઓળખાય છે સફેદ દાળને દૂધપાક કહેવાય છે. દરરોજ 8થી 10 મણ પ્રસાદ મળે છે. માલપુઆનો પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવે છે ત્યાર બાદ દર્શન માટે આવતા ભાવી ભક્તો  માલપુઆનો પ્રસાદ આપવામાં આવે છે. સવારે માલપુઆનો પ્રસાદ અન્નકૂટીરમાં તૈયાર થાય છે.  મંદિરની પ્રસાદીની આ પરંપરા વર્ષો પહેલાથી શરુ છે. કોઈ ભૂખ્યા ન જાય અને ભગવાનનો પ્રસાદ વધુ ભક્તો સુધી પહોંચે ત્યારથી આ પરંપરા શરુ કરવામાં આવી હતી.

Related posts

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી

Ahmedabad Samay

૨૩ ફેબ્રુઆરી એ આવી રહી છે “જયા એકાદશી”જાણો શું છે મહત્વ, પૂજા અર્ચના,ધ્યાન કેવી રીતે કરવું અને તેના શુ છે ફાયદા.

Ahmedabad Samay

ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદનમાં દ્વિતીય ક્રમે: સ્થાપિત કુલ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સની ૯૪૫૫.૭૧ મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય સ્થાને

Ahmedabad Samay

અમરેલીની 108 ટીમે સગર્ભા માતા-બાળકની જીંદગી બચાવી અમરેલી 108 ની ટીમને સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

admin

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો