September 27, 2026
ગુજરાત

અમદાવાદ – PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ બનેલી કિતલી 2 વર્ષ બાદ ફરી લોકોને જોવા મળી

નવા વાડજ વિસ્તારમાં વિશાળ કિટલી મુકવામાં આવી છે. PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ આ કિટલી અને તેનું સર્કલ હતું ત્યારે અગાઉ આ કીટલી હટાવી લેવાયા બાદ ફરીથી મુકવામાં આવી છે.

અમદાવાદમાં અખબારનગર સર્કલ હવે કિટલી સર્કલ તરીકે ઓળખાય છે, જો કે, અગાઉ બે વર્ષ પહેલા આ કિટલી અહીંથી હટાવવામાં આવી  હતી પરંતુ હવે ફરીથી મેટ્રોની કામગિરી પૂર્ણ થતા કિટલી સર્કલ ફરીથી શરુ થયું છે અને આ સર્કલની વચ્ચે વિશાળ કિટલી ફરીથી મુકવામાં આવી છે.

ખાસ કરીને આ કિટલી સર્કલ અગાઉ પીએમના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અસ્તિત્વમાં આવ્યું હતું. જેથી આ કિટલી પણ અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. કેમ વાડજથી ચાંદલોડીયા અને શાસ્ત્રીનગરથી આરટીઓ જતા સર્કલ પર આ કીટલી મૂકવામાં આવી છે. જે બહારથી આવતા લોકો માટે વધુ આકર્ષણનું કેન્દ્ર છે. કેમ કે, મોટી કિટલી સર્કલની વચ્ચે મુકવામાં આવી છે.

2 વર્ષ અગાઉ મેટ્રોની કામગિરીના કારણે કિટલી અહીંથી લઈ લેવામાં આવી હતી અને હવે પુનઃ આ કીટલી મુકી દેવામાં આવી છે. એએમસી અને સિલ્વઓક કોલેજના ઉપક્રમે આ કિટલી તૈયાર કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી આ સર્કલ રાબેતા મુજબ શરુ થઈ ગયું છે. જેથી હવે પહેલાની સરખામણીએ ટ્રાફીકની સમસ્યા પણ ઓછી રહે છે.

Related posts

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪ થો પદ્ વિદાન સમારંભ યોજાયો

Ahmedabad Samay

આગામી ત્રણ દિવસ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદી માહોલ જામશે

Ahmedabad Samay

હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી

Ahmedabad Samay

‘ધુરંધર’ એ શાનદાર વર્ચસ્‍વ દર્શાવ્‍યું છે. કુલ ૧૪ એવોર્ડ જીતીને, ફિલ્‍મે આ વર્ષની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી

Ahmedabad Samay

સુરતમાં ડાયમંડ બુર્સનું નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ૧૭મીએ લોકાર્પણ

Ahmedabad Samay

અમદાવાદ – કાર બાદ હવે બાઈક ભૂવામાં જતી રહી, ગઈકાલે પડેલા વરસાદમાં કોર્પોરેશનની ખૂલી પોલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો