September 25, 2026
ગુજરાત

પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા જેવા ધાર્મિક સ્થળ માટે ચાર્ટડ ફ્લાઇટ શરૂ કરાઇ

અમદાવાદ સ્‍થિત એર ચાર્ટર કંપનીએ ગુજરાત અને તેની આસપાસના ધાર્મિક અને  જોવાલાયક સ્‍થળો માટે સેવાઓની જાહેરાત કરી છે. કંપની એરોટ્રાન્‍સ સર્વિસે જણાવ્‍યું છે કે તે ધોરડોમાં રણ ઉત્‍સવમાં હેલિકોપ્‍ટર જોયરાઇડ્‍સ પણ શરૂ કરશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે પ્રથમ તબક્કામાં પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા માટે ચાર અને છ-સીટર પ્‍લેનમાં રાઉન્‍ડ ટ્રીપ્‍સ શરૂ કરવામાં આવશે.

નાથદ્વારા જવાનો વન-વે સમય ૧ કલાક ૨૫ મિનિટ, પાલિતાણા માટે ૧ કલાક ૧૦ મિનિટ,  સાળંગપુર માટે ૫૦ મિનિટ, સોમનાથ માટે ૧ કલાક ૩૫ મિનિટ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી માટે ૧ કલાક, વડનગર માટે ૩૦ મિનિટ અને નડાબેટ માટે ૫૫ મિનિટનો રહેશે.

કંપની હેલિપેડ પર અને ત્‍યાંથી કાર સેવાઓ પણ આપશે. બીજા તબક્કામાં, વધારાના સ્‍થળો ઉમેરવામાં આવશે જેની મુલાકાત વિમાનો તેમજ હેલિકોપ્‍ટરમાં કરવામાં આવશે.

Related posts

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરાશે

Ahmedabad Samay

રક્ષક જ બન્યો ભક્ષક, સિનિયર પી.આઇ. વિરુદ્ધ જ કરાઇ ફરિયાદ

Ahmedabad Samay

રાજ્યમાં હાલ વરસાદની 5 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જામશે

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે થયો કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી

Ahmedabad Samay

સરકાર યુનિવર્સિટીઓ, કોલેજો અને હાયર સેકન્ડરી સ્કૂલોને કયારે શરૂ કરવા માટે વિચારી રહી છે

Ahmedabad Samay

વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દીવસ નીમીતે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો