September 30, 2026
ગુજરાત

L.G હોસ્પિટલ પાસે,મણીનગર ખાતે આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળાનું ખુલ્લુ મેદાન ફક્ત રમતગમત હેતુ માટે જ ઉપયોગ કરવા અને જીમનું ખાનગીકરણ અટકાવવા ભારે સૂત્રોચાર કરી તીવ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

એલ.જી.હોસ્પિટલ પાસે,મણીનગર ખાતે આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળાનું ખુલ્લુ મેદાન ફક્ત રમતગમત હેતુ માટે જ ઉપયોગ કરવા અને જીમનું ખાનગીકરણ અટકાવવા ભારે સૂત્રોચાર કરી તીવ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે,

કેન્દ્ર સરકાર એક તરફ ઓલિમ્પિકની તૈયારી કરે છે અને ગુજરાત સરકાર “રમશે ગુજરાત.. જીતશે ગુજરાત” ની મોટી મોટી વાતો કરે છે બીજી તરફ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલ નજીક આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામશાળા ના એક ખુલ્લા મેદાન નો ઉપયોગ રમતગમત હેતુના બદલે અન્ય હેતુ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે આ ખુલ્લા મેદાન ની જમીન કોર્પોરેશનને દાતા દ્વારા દાનમાં મળેલ છે અને તેનો ઉપયોગ ભાવી રમતવીરો તૈયાર થાય તે માટે દાનમાં આપવામાં આવેલ છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન જમીનનો મૂળ હેતુ બાજુએ મૂકીને મેરેજ,રિસેપ્શન,ફટાકડા બજાર, પતંગ બજાર,ખાનગી અને સામાજિક પ્રસંગો વગેરે માટે આપીને રોકડી કરે છે પરંતુ રમતવીર યુવાનો આ મેદાનમાં આવી ને કસરત કરે,દૌડ કરે વ્યાયામ કરે તે કોઈ ઉપયોગ થતો નથી એટલું જ નહીં રમત ગમતનું મેદાન નો ઉપયોગ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ પણ કરતા હોય છે.

તેથી આજરોજ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ મણીનગર યુથ સ્પોર્ટ્સમેન ગ્રુપ ના અગ્રણીઓ શ્રી દેવેન્દ્રસિંહ વાઘેલા,અજય દેસાઈ ની આગેવાની હેઠળ મેદાન ખાતે ભારે સૂત્રોચાર કરી તીવ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકી અવાજે માગણી કરી હતી કે મૂળ હેતુ મુજબ રમત ગમતના મેદાન તરીકે જ તેનો ઉપયોગ થાય આ ઉપરાંત કોર્પોરેશન રમતગમતની સુવિધાઓ પ્રજાના પૈસે વિકસાવીને ખાનગી સંચાલકોને પીપીપી ના ધોરણે મૂકવામાં આવી છે પરિણામે જીમ અને સ્કેટિંગ ની મોટી ફી ના કારણે ગરીબ મધ્યમ વર્ગના યુવાનો તેનો લાભ મળી શકતો નથી આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નીતિ ઘડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

Related posts

ભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરીગોલ્ડ મંદાકિની મહેતાજી એ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યુ

Ahmedabad Samay

“મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ”નું આયોજન કરાયું, ગુજરાત ખાતેનો સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ

Ahmedabad Samay

નરોડા ગામ હત્યાકાંડ મુદ્દે વિશેષ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો,ચુકાદો સાંભળતાજ “જય શ્રી રામ” ના નારાથી ગુંજી ઉઠ્યું કોર્ટ પરિસર

Ahmedabad Samay

ગુજરાત સરકારે જાહેરનામુ પાડ્યુ બહાર, દિવાળી દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાકે

Ahmedabad Samay

ગરમીની ઋતુ માટે થઇ જાવ તૈયાર, શનિવારથી ગરમીનો પારો વધશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો