September 27, 2026
ગુજરાત

CTM ખાતે આવેલ પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા માંગ કરવામાં આવેલ

છેલ્લા ૧૫ દિવસથી દબાણ ખાતાના અમાનુષી અત્યાચાર ના પરિણામે ભૂખ મરા ના ખપ્પર મા હોમાઈ ગયેલા ગયેલા પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા કરવામાં આવેલ માંગ

અમદાવાદ શહેરમાં સવારના ૪-૦૦ વાગે દબાણ ખાતા ની ગાડીઓ જોવી હોય તો CTM ખાતે શિરોમણી કોમ્પલેક્ષની બહાર,એક્સપ્રેસ હાઈવે સામે જોવા મળશે. અહીં કોઈ મોટા દબાણ દૂર કરવા માટે નહીં પરંતુ જે ગરીબો લાચારો જેઓ દારૂ જુગાર ડ્રગ્સ કે ગેરકાયદેસર વ્યાપાર ન કરી પોતાની રોજી રોટી માટે લારી પાથરણા કરીને શાકભાજી વેચે છે એમને ગ્રીન માર્કેટના માલે તુંજારો વ્યાપારીઓના હિસાબે દૂર કરવામાં આવે છે.

ગ્રહનીઓ ને ગ્રીન માર્કેટની મોંઘા ભાવની શાકભાજીના બદલે લારી પાથરણા વાળા પાસેથી સસ્તી સારી અને તાજી શાકભાજી મળતી હોવાથી દૂર દૂરથી ગૃહિણીઓ  ખરીદી કરવા આવે છે,આ પાથરણા વાળાઓ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી શાકભાજી વેચે છે જેથી ખેડૂતોને પણ તેનો લાભ થાય છે ગ્રીન માર્કેટ કરતા સસ્તુ હોવાથી સ્વાભાવિક રીતે ખરીદી કરનારાં ઓ ની ભીડ જોવા મળે છે

જેને દબાણ કહીને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ તેમને દૂર કરે છે પરિણામે છેલ્લા ૧૫ દિવસથી તેમની રોજી રોટી ઉપર અસર થતા 300 જેટલા પરિવારો ભૂખમરા ના ખપ્પર માં હોમાઈ ગયા છે એક તરફ સરકારે તેમને સ્વનિર્ભર યોજના હેઠળ આર્થિક સહાય આપી છે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશને વેચાણ માટેના પરવાના આપ્યા છે

છતાં તેને દૂર કરવામાં આવતા તેના વિરોધ મા માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ તથા સીટીએમ સરદાર પટેલ પાથરણા બજાર ના પ્રમુખ રમેશ ભીલ ની આગેવાની હેઠળ ભારે આક્રોશ સાથે સૂત્રોચાર યોજી શાકભાજી પાથરણા વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક અનોખું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું કેમકે તેમની રોજી રોટી ઉપર અસર થઈ હોવાથી તેમની પાસે આવક કોઈ સાધન ન હોવાથી ભીખ માગવા સિવાય કોઈ વિકલ્પ નથી તેમ દર્શાવવામાં આવ્યું હતું અને એકી આવજે માગણી કરી હતી કે અમારા પરિવાર માં વૃદ્ધ માતા-પિતા, બાળકો સહિત ૧૫ થી ૨૦ નો પરિવાર હોય આખો પરિવાર ભૂખમરા ના ખપ્પરમાં હોમાઈ ગયા હોવાથી તાત્કાલિક અસરથી રોજી રોટી શરૂ કરવા માંગ કરવામાં આવી હતી.

Related posts

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં

Ahmedabad Samay

હવે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોરોના કહેર, નવા ૧૨ વિસ્તાર કન્ટેન્મેન્ટ માં ઉમેરાયા

Ahmedabad Samay

અમદાવાદ: બપોરે 1 વાગ્યા પછી ધોધમાર વરસાદની આગાહી, 22 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર

Ahmedabad Samay

અમદાવાદમાં જિલ્લામાં આ સિઝનમાં વરસાદ ઓછો, 6 તાલુકામાં 50 ટકા પણ વરસાદ નથી પડ્યો

Ahmedabad Samay

121મા સ્થાપના દિવસે બેંક ઓફ ઈન્ડિયાની 98મી શાખાનો પ્રારંભ ગોદરેજ ગાર્ડન સિટી રોડ ખાતે નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન, ગ્રાહકોને મળશે વધુ સુલભ બેંકિંગ સેવાઓ

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ, જાણો કયા શહેરમાં કેટલી ડિગ્રી પહોંચ્યો પારો?

admin

એક ટિપ્પણી મૂકો