September 6, 2026
દુનિયારાજકારણ

બાંગ્લાદેશની ઐતિહાસિક ચૂંટણીમાં BNPએ બહુમતી મેળવીને તારીખ રહેમાન બન્યા નવા PM, રહેમાન ભારત સાથે સુધારશે સંબંધ, PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

બાંગ્લાદેશમાં ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ યોજાયેલી ઐતિહાસિક ચૂંટણીમાં BNPએ બહુમતી મેળવીને સત્તાના દ્વાર ખોલ્યા છે. આ જીત પર પ્રતિક્રિયા આપતા અમેરિકી અખબાર ન્યૂ યોર્ક ટાઈમ્સે જણાવ્યું છે કે, તારિક રહેમાન હવે બાંગ્લાદેશના નવા ‘રાજકીય વારસદાર’ છે. અખબારે નોંધ્યું છે કે ૧૦ માંથી ૮ મતદારોએ બંધારણીય સુધારાઓ અને લોકશાહીના રક્ષણ માટે મતદાન કર્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો મુખ્ય વિષય તારિક રહેમાનની ભારત પ્રત્યેની નીતિ છે. અહેવાલ મુજબ, ભારત જેવા મહાકાય અને મહત્વપૂર્ણ પાડોશી સાથેના તણાવપૂર્ણ સંબંધોને સામાન્ય બનાવવા એ રહેમાનની પ્રાથમિકતાઓમાં ટોચ પર હોવું જોઈએ. જીતના ગણતરીના કલાકોમાં જ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રહેમાનને ફોન કરી અભિનંદન આપ્યા હતા, જેને વિશ્વ મીડિયા ભારતની ‘ઓલિવ શાખા’ (મિત્રતાનો સંદેશ) ગણાવી રહ્યું છે.

બીજી તરફ, અલ જઝીરાએ આ ચૂંટણીમાં ધાર્મિક પક્ષ ‘જમાત-એ-ઇસ્લામી’ ના મજબૂત પુનરાગમન પર પ્રકાશ પાડ્યો છે. જમાત બીજા ક્રમના સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જેણે નવી સરકાર માટે એક નવો પડકાર ઉભો કર્યો છે. અહેવાલો મુજબ, ઓગસ્ટ ૨૦૨૪માં જે વિદ્યાર્થીઓએ શેખ હસીના સરકારને તોડી પાડી હતી, તેમાંથી બનેલી નેશનલ સિટીઝન્સ પાર્ટી (NCP) માત્ર ૬ બેઠકો પર સમેટાઈ ગઈ છે. યુવા મતદારોમાં એવો ગણગણાટ છે કે જમાત સાથે જોડાણ કરવાના નિર્ણયથી જૂના જમાનાની રાજનીતિ પાછી આવી છે. ધ ગાર્ડિયને લખ્યું છે કે શેખ હસીનાના ભારતમાં આશ્રય અને તેમની પ્રત્યાર્પણની માગ હવે ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં સૌથી મોટી કસોટી બની રહેશે.

બાંગ્લાદેશમાં આવેલા આ પરિવર્તનને પાકિસ્તાની મીડિયાએ ભારે ઉત્સાહથી આવકાર્યું છે. ડોન  અખબારે તેને ‘લોકશાહીની જીત’ ગણાવી છે, જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીએ આશા વ્યક્ત કરી છે કે ઢાકામાં નવું વાતાવરણ દક્ષિણ એશિયામાં વધુ સંતુલિત સંબંધો માટે માર્ગ મોકળો કરશે. રશિયા, ચીન અને અમેરિકાએ પણ રહેમાનને અભિનંદન પાઠવ્યા છે. જોકે, આર્થિક મોરચે મોંઘવારીને કાબૂમાં લેવી અને યુવાનો માટે રોજગારી ઊભી કરવી એ નવી સરકાર માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ હશે.

Related posts

સરકાર કારીગરોને બનાવશે કારોબારી, PM મોદીએ જણાવ્યું શું છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના

Ahmedabad Samay

દિનેશ શર્માના રાજીનામાં પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો

Ahmedabad Samay

ભારતના ઈતિહાસમાં આવતીકાલે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું સતત નવમું બજેટ રજૂ કરશે

Ahmedabad Samay

પાકિસ્‍તાન ટીમના ખેલાડીઓ ભારતીય ખેલાડીઓના હાથ મિલાવવા માટે આવવાની રાહ જોતા રહ્યા

Ahmedabad Samay

મુખ્યમંત્રી નિવાસસ્થાને ગુજરાત ભાજપની કોર ગ્રુપની આજે બેઠક, લોકસભાની રણનિતી થઈ રહી છે નક્કી

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો