August 22, 2026
ગુજરાતદેશ

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં જૂન અને જુલાઇ મહિનો કોરોના પોઝિટીવ કેસો માટે પીક સમય છે, ઓગસ્ટ મહિના બાદ કેસો ઓછા થતાં જશે.


કેન્દ્ર સરકાર લોકડાઉનનો સમય ૩૧મી મે સુધી લંબાવી શકે છે. ગુજરાતના  સિનિયર અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એવું વિચારી રહી છે કે જે રાજ્યોમાં કોરોના પોઝિટીવના આંકડા વધતા હોય તેવા રાજયો તેમની રીતે લોકડાઉનનો સમય લંબાવી શકે છે.

ભારત અને ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલુ છે ત્યારે એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ અતિ ગંભીર ઘટસ્ફોટ કર્યેા છે , ગુલેરિયાએ જણાવ્યું છે કે ભારતમાં આગામી ત્રણ મહિનામાં પોઝિટીવ કેસોની સંખ્યામાં ખૂબ મોટો વધારો થશે. તેમણે જણાવ્યું છે કે દિન પ્રતિદિન કેસો વધી રહ્યાં છે ત્યારે ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જો આપણે સફળતા જોઇતી હશે તો ટેસ્ટીંગ ભલે વધે પરંતુ કેસ ઓછા થવા જોઇએ તેથી આપણે સતર્ક રહેવું પડશે.ગુલેરિયાના  સાથે સહમત થતાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિ કહે છે કે  લોકડાઉનથી ખૂબ મોટો ફાયદો મળ્યો છે. આ પગલાંથી કેસો જેટલા ઝડપથી વધવા જોઇતા હતા તે વધ્યાં નથી. લોકોએ સંયમ રાખીને સરકારને સહકાર આપ્યો છે.વધુમાં તેમનું જણાવ્યું છે કે કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં જૂન અને જુલાઇ મહિનો એવો છે કે જેમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા પીક પર હશે એટલે કે ખૂબ ઝડપથી વધશે. જો લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે અને માસ્ક નહીં પહેરે તો કોરોના પોઝિટીવ કેસનો વિસ્ફોટ સર્જાઇ શકે છે.

જો કે તેમણે કહ્યું કે જૂન અને જુલાઇ મહિના પછી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળશે. સરકારે કોવિડ સેન્ટરોમાં ટેસ્ટીંગની સંખ્યા વધારવી પડશે અને હોટસ્પોટ વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવાનો રહેશે. ગુલેરિયાની જેમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય પાણી પણ માને છે કે કોરોના સામેની લડાઇ લાંબી ચાલશે. લોકોની લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવવો પડશે. શોપિંગ મોલ્સ, મૂવી થિયેટરમાં જવા માટે નવા નિયમો લાગુ કરવા પડશે. લોકોએ જાતે જ સાવધાનીના પગલાં લેવા પડશે.

Related posts

ચૂંટણી પંચે પાંચ રાજ્‍યોમાં ચૂંટણીની જાહેરાત કરી

Ahmedabad Samay

૩૧ ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો

Ahmedabad Samay

અંગદાનનો અમદાવાદથી પ્રારંભ, ગત વર્ષે 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું થયું દાન

Ahmedabad Samay

અમદાવાદ: H3N2 વાયરસના કેસ વધતા રાજ્ય સરકાર એક્શન મોડમાં, આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક

Ahmedabad Samay

અમદાવાદ – અડાલજ પાસે સ્કૂલ બસ ડિવાઈડર ચડીને વૃક્ષ સાથે અથડાતા અકસ્માત

Ahmedabad Samay

દેશનો GDP ગ્રોથમાં જબરદસ્ત ઉછાળો, વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) *૮.૨%*ના મજબૂત દરે વધ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો