August 25, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદ મનપાના 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2364 જેટલા લોકોએ દાવેદારી માટે ફોર્મ ભર્યા

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મનપામાં સત્તાધારી પક્ષ ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખેંચતાણ જોવા મળી રહી છે. અમદાવાદના 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2364 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે એક બેઠક દીઠ સરેરાશ 12 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જેને પગલે પક્ષના મોવડી મંડળ માટે પસંદગીની પ્રક્રિયા લોઢાના ચણા ચાવવા જેવી બની રહેશે.

આ વખતે ભાજપની દાવેદારીમાં ‘માતૃશક્તિ’નો દબદબો પણ ખાસ જોવા મળ્યો છે. કુલ 2364 દાવેદારોમાંથી 1034 મહિલા કાર્યકરોએ ટિકિટ માટે પોતાની દબંગ દાવેદારી રજૂ કરી છે, જ્યારે 1330 પુરુષ કાર્યકરોએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમદાવાદના અલગ-અલગ 7 સ્થળોએ ચાલેલી આ સેન્સ પ્રક્રિયામાં પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તાર સુધી ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ખાસ કરીને અમરાઈવાડી વોર્ડમાં સૌથી વધુ 100 દાવેદારો નોંધાયા છે, જ્યારે નિકોલમાં 95 લોકોએ ટિકિટ માંગી છે. બીજી તરફ મકતમપુર વોર્ડમાં સૌથી ઓછા 16 દાવેદારો જોવા મળ્યા છે.

વિસ્તાર મુજબની ખેંચતાણ પર નજર કરીએ તો, પશ્ચિમ અમદાવાદના ચાંદખેડામાં 80 અને સરખેજમાં 79 બાયોડેટા જમા થયા છે. સાબરમતી, શાહપુર અને નરોડા જેવા વોર્ડમાં પણ સરેરાશ 50થી વધુ કાર્યકરોએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. પોશ ગણાતા પાલડી વિસ્તારમાં 47 અને નવરંગપુરા-જોધપુરમાં 35 થી 50 દાવેદારો મેદાને આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ હજારો દાવેદારોમાંથી ભાજપ કયા સમીકરણોને આધારે 192 નસીબદાર ઉમેદવારોની પસંદગી કરે છે.

Related posts

અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રેલીમાં દેખાયા માસ્ક વગર

Ahmedabad Samay

સોલા પોલીસે ગેટ ટુ ગેધર દરમિયાન યોજાયેલ ગરબાના આયોજન પર માહિતી મળતા રેડ પાડી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટ

Ahmedabad Samay

વિશ્વના આશરે 40 દેશોએ માત્ર અપીલ જ નહીં, પરંતુ ઉર્જા બચાવવા માટે કડક કાયદાકીય પ્રતિબંધો ઠોકી બેસાડ્યા,AC નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

Ahmedabad Samay

TMC એ પશ્ચિમ બંગાળતો તો જીતિલીઘું પણ, દીદી પોતે હારી ગયા

Ahmedabad Samay

વીજળી પડવાથી રાજ્‍યમાં કુલ ૨૩ લોકો દાઝ્‍યા છે. વીજળી પડવાથી કુલ ૭૧ પશુઓનાં મોત થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો