September 22, 2026
ગુજરાતરાજકારણ

અનિલ રાજપૂતના ફેક પત્રને લઇ ખળભળાટ, કોંગ્રેસ નેતા અનિલ રાજપુતે કરી સ્પષ્ટતા

અનિલ રાજપૂતનો ફેક લેટર જાહેર થતા કોંગ્રેસમાં અને રાજ્યમાં ખળભળાટ મચીજવા પામી છે, કોંગ્રેસના નેતા અનિલ રાજપુતનો ૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને લખેલા પત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો ઉમેદવારો પાસેથી પૈસા લઈને ટિકીટ અપાવી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો છે . પત્રમાં કોંગ્રેસના જ એક ટોચના નેતા પર આક્ષેપ કરાયો છે કે , શહેરના એક મંત્રીને પૈસા લઈને ટિકિટ માટે મંજૂરી આપવામાં આવી રહી છે , આ એ જ વ્યક્તિ છે જે પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સાથે મળીને ટિકિટો વેચવાનો ધમધોકાર ધંધો ચલાવી રહ્યા છે .

પત્રમાં વધુ લખ્યું છે કે સભ્ય અને તેના મળતિયા અમદાવાદ શહેરના કેટલાક વોર્ડની ટિકિટો ત્રણ લાખથી માંડીને આઠ લાખ રૂપિયામાં રીતસર વેચી રહ્યા છે . પત્રમાં કહેવાયું છે કે , ખરેખર કામ કરનારા લોકોને ન્યાય નહિ મળે તો તેની સંપૂર્ણ માહિતી કોંગ્રેસ હાઈકમાન્ડને સુપરત કરવામાં આવશે .

જોકે આ અંગે અનિલ રાજપુતે અમદાવાદ સમય સાથે વાત કરતા ખુલ્લાંસો કર્યો છે કે  આવો કોઈ લેટર લખ્યો નથી અને મારા નામે કોઈ ત્રાહિત વ્યક્તિએ આ લેટર લખ્યો છે . જેને પણ આ લખ્યો હોય તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે . હિંમતસિંહ પટેલને આદર્શ નેતા માનું છે . લેટર પર તેઓ કાયદેસરની કાર્યવાહી કરે . મને બદનામ કરવા માટે મારા વિરોધીઓ એ લેટર લખ્યો છે .

 

Related posts

કોંગ્રેસે વડાપ્રધાન મોદીનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમના માથા અને હાથ-પગ ગાયબ દર્શાવવામાં આવ્યા

Ahmedabad Samay

નરોડા નિકોલ વિસ્તારમાં હોમ કોરોન્ટાઇન લોકોમાટે શરૂ કરાઇ મફત ટિફિન સેવા

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી પહેલા TMCને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદ તાપસ રોય બુધવારે ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

શ્રી વિક્રમ સિંહ શેખાવતજીનું અકાળે થયું અવસાન

Ahmedabad Samay

૦૨ અઠવાડિયુ લંબાવ્યો લોકડાઉન.

Ahmedabad Samay

મતદાન શરૂ,રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો