September 22, 2026
દેશધર્મ

રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાન માંથી ૧૫ હજાર જેટલા ચેક બાઉન્સ થયા

રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘેર-ઘેર જઈને દાન એકત્ર કરવામાં આવ્યું હતું. જોકે, હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ઓડિટમાં એવું બહાર મળ્યું છે કે, મંદિર માટે જે રકમ ચેક દ્વારા દાન કરાઈ હતી તેમાંથી ૧૫ હજાર જેટલા ચેક તો બાઉન્સ થયા છે. બાઉન્સ થયેલા ચેકની રકમ ૨૨ કરોડ રુપિયાની આસપાસ થાય છે. કેટલાક કિસ્સામાં ચેક આપનારા અકાઉન્ટમાં એટલા રુપિયા ના હોવાના કારણે ચેક બાઉન્સ થયાછે, તો કેટલાક કિસ્સામાં ટેકનિકલ કારણોસર ચેક બાઉન્સ થયા છે.

આ મામલે ટ્રસ્ટના મેમ્બર ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, બેંકો હાલ ટેકનિકલ એરર સુધારવાનો પ્રયાસ કરી રહી છે, અને જેમના ચેક બાઉન્સ થયા છે તે દાતાઓને ફરી દાન આપવા કહેવાઈ રહ્યું છે. જે ચેક દાનમાં આવ્યા છે તેમાંથી બે હજાર જેટલા તો માત્ર અયોધ્યામાંથી જ મળ્યા છે.

વિશ્વ હિંદુ પરિષદે સમગ્ર દેશમાં ઘેર-ઘેર જઈને ૧૫ જાન્યુઆરીથી ૧૭ ફેબ્રુઆરી વચ્ચે રામ મંદિર માટે દાન ઉઘરાવ્યું હતું. વીએચપીનો દાવો છે કે એક મહિના સુધી ચાલેલા આ અભિયાનમાં પાંચ હજાર કરોડ રુપિયા એકત્ર કરવામાં આવ્યા છે. જોકે ખરેખર કેટલા રુપિયા આવ્યા છે તેનો આંકડો ટ્રસ્ટ દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

Related posts

દિલ્‍હીમાં ભાજપનો ૨૭ વર્ષનો સત્તા પરથી વનવાસ સમાપ્ત થયો છે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી

Ahmedabad Samay

શુ તમે ગ્રીન ફ્યુઅલ વિશે સાંભળ્યું છે ? ભારત હવે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે ‘ગ્રીન ફ્યુઅલ’ તરફ એક મોટું ડગલું ભરી રહ્યું છે

Ahmedabad Samay

ભારતીય મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 48 કિગ્રા કેટેગરીમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો

Ahmedabad Samay

દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

આ રાશિની છોકરીઓ જોવામાં ખૂબ જ આકર્ષક હોય છે, તેઓ તમને પહેલી જ મુલાકાતમાં દિવાના બનાવી દે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો