August 7, 2026
ગુજરાતદેશ

સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા: મોહન ભાગવત

પોઝિટિવિટી અનલિમિટેડ કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે જણાવ્યું કે આ કસોટીનો સમય છે અને આપણે બધાએ ધીરજ જાળવી રાખવી પડશે. હાલની પરિસ્થિતિમાં તર્કહિન નિવેદન ન આપવું જોઈએ. આપણે એકજૂટ રહેવું પડશે અને એક ટીમની જેમ કામ કરવું પડશે.આપણે આજની પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કારણ કે સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા. હવે ત્રીજી લહેરની વાત થઈ રહી છે પરંતુ આપણે ડરવાની નહીં પરંતુ પોતાની જાતને તૈયાર રાખવાની જરુર છે.

કોરોના મહામારી માનવતાની સામે મોટો પડકાર છે અને ભારતે દાખલો બેસાડવાનો છે. આપણે દોષો કાઢવાને બદલે એક ટીમ તરીકે કાર્ય કરવું જોઈએ. ટીકા ટીપ્પણીઓ તો આપણે પછીથી પણ કરી શકીશું.

મોહન ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે હું બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું એક વિધાન હમેંશા કહું છું. ચર્ચિલ કહેતા કે મારી ઓફિસમાં નિરાશાવાદને કોઈ સ્થાન નથી. અમે પરાજયની સંભાવના માટે  જરા પણ ઈચ્છુક નથી. પરાજય તો અસ્તિત્વમાં જ નથી. ભારતે પણ આવી જ રીતે મહામારી પર સંપૂર્ણ વિજય મેળવવાનો છે.

 

૧૬ મેં ના રોજ સંઘ દ્વારા  શહેરના અનેક વિસ્તારમાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોને અપીલ કરાઈ છે કે વેકસીન લીધા પહેલા લોકોએ રક્તદાન અવશ્ય કરાવવું જોઈએ

https://youtube.com/c/AhmedabadSamay

Related posts

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતત ત્રીજા દિવસે મેઘમેહેર

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની, સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ

Ahmedabad Samay

અમદાવાદમાં અષાઢી બીજના રોજ ક્રૂઝ થશે શરુ, સાબરમતી નદીની વચ્ચે બેસીને માણી શકાશે ભોજનની મજા

Ahmedabad Samay

વંદે માતરમ વગાડવામાં આવે ત્‍યારે દરેક વ્‍યક્‍તિએ ઉભા રહેવું હવે થી આવશ્‍યક

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની આરતી કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો