September 23, 2026
ગુજરાત

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

રાજય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોરોનાના કેસો નિયંત્રણમાં રહેશે અને ત્રીજી લહેરની સ્થિતિ નહીં સર્જાય તો સરકાર પ્રાઈમરી અને સેકન્ડરી શાળાઓનો ઓફલાઈન અભ્યાસ ઓગષ્ટથી શરુ કરવાનો વિચાર ધરાવે છે.

આ શકયતાઓ વિષે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, અમે આગામી થોડા દિવસોમાં ધોરણ છથી આઠના વર્ગો શરુ કરવાનો વિચાર કરી રહ્યા છીએ. જો કોરોનાના કેસમાં વધારો નહીં નોંધાય તો ધોરણ એકથી પાંચના વર્ગો પણ ઓગષ્ટના અંત સુધી શરુ કરી દેવામાં આવશે. અમે દૈનિક આંકડાઓને ધ્યાનમાં રાખીએ છીએ અને કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને કલાસરુમમાં શિક્ષણની શરુઆત કરવામાં આવશે. તેના માટે કોરોનાના નિયમોનું પાલન કરવાનું રહેશે.તેમણે આગળ જણાવ્યું કે, સરકારે ધોરણ ૯ થી ૧૨ના વર્ગો અને કોલેજોના ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે. અમને સારો સહકાર મળી રહ્યો છે. આવનારા દિવસોમાં તબક્કાવાર રીતે ધોરણ છથી આઠ અને ધોરણ એકથી સાતના વર્ગો પણ શરુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેર પછી રાજય સરકારે શાળાઓ અને કોલેજો શરુ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બીજી લહેર શરુ થઈ જવાને કારણે તે બંધ કરવામાં આવી હતી. તાજેતરમાં રાજય સરકારે પહેલા કોલેજો શરુ કરવાની મંજૂરી આપી, ત્યારપછી ધોરણ ૯ થી ૧૨ના વર્ગો શરુ કરવાની મંજૂરી આપી હતી.

આ બાબત સાથે સંબંધ ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે, રાજય સરકારનો વિચાર ૧૫મી ઓગષ્ટ પહેલા ધોરણ ૬ થી ૮ના વર્ગો શરુ કરવાનો છે અને મહિનાના અંત સુધીમાં અન્ય વર્ગો શરુ કરવામાં આવશે

New up 01

 

Related posts

ઘરકામ અને સાફ-સફાઈ માટે રાખવામાં આવેલી બે મહિલાઓએ મોકો મળતા જ કિંમતી દાગીના પર હાથફેરો કર્યો

Ahmedabad Samay

અમદાવાદથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ સનસનાટીભર્યા ખુલાસા કર્યા, મંદિરોના પ્રસાદ દ્વારા કરવાના હતા કેમિકલ અટેક, જાણો શુ હતી ચાલ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કિડની અને મૂત્રમાર્ગના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ

Ahmedabad Samay

હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની ચૂંટણી યોજાઈ:આદર્શ પેનલના સભ્યોની જીત

Ahmedabad Samay

અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Ahmedabad Samay

પાટીદારો અનામત આંદોલન બાદ થયેલા તોફાનો દરમિયાન પાટીદાર યુવાનો સામે કરવામાં કેસ પાછા ખેંચાયા: હાર્દિક પટેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો