August 13, 2026
અપરાધદેશ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે, પાકિસ્તાન  દ્વારા સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો, ૦૬ આંતકીની કરી ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે, પાકિસ્તાન  દ્વારા સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરીને ૦૬ સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં ૦૨ પાકિસ્તાની આતંકીઓ સહિત કુલ ૦૬ વ્યક્તિની પુછપરછ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ઓમાંથી ૦૨. આતંકવાદીઓ પાકિસ્તાનમાં તાલીમ લઈને આવ્યા હતા.આ શકમંદોની ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.


મુખ્ય ટાર્ગેટ.
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, પકડાયેલા આતંકીઓ, નવરાત્રીને મુખ્ય ટાર્ગેટ બનાવવાના હતા. નવરાત્રી દરમિયાન યોજાતી રામલીલા અને નવરાત્રીના કાર્યક્રમોના સ્થળે વિસ્ફોટ કરવાનું ષડયંત્ર ઘડી રહ્યાં હતા. મહારાષ્ટ્રમાં પણ બોમ્બ વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા.

સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા બે આતંકવાદીઓનું નામ ઓસામા અને ઝિશન છે, પકડાયેલા આતંકીઓના અંડરવર્લ્ડ સાથે પણ સંપર્ક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપીના પ્રયાગરાજમાં યુપી એટીએસના સહયોગથી સ્પેશિયલ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પેશિયલ સેલના ઇનપુટ પર પ્રયાગરાજમાં કારેલીમાંથી ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યાની વિગતો સામે આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલ આતંકી મોડ્યુલ ISI ના સમર્થન હેઠળ દેશના મોટા શહેરોમાં વિસ્ફોટો અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. આ ષડયંત્રને પાર પાડવા માટે હથિયારો અને વિસ્ફોટકો એકત્ર કરવામાં આવ્યા હતા. પકડાયેલા 2 આતંકીઓ ડી કંપની સાથે સંબંધિત છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ટેરર મોડ્યુલ વિશે માહિતી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેમનું નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે. આ પછી દરોડા પાડવામાં આવ્યા અને મહારાષ્ટ્રમાં રહેતા એક આતંકવાદીને કોટાથી પકડવામાં આવ્યો. આ સિવાય 2 ને દિલ્હીમાંથી અને 3 ને ઉત્તરપ્રદેશ ATS ની મદદથી પકડવામાં આવ્યા હતા.

Related posts

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં બની હતી. જેનો એલસીબીની ટીમે ભેદ ઉકેલીને 2 આરોપીને પકડી લીધા હતા.

Ahmedabad Samay

ભારતથી આવતી ફ્લાઇટ પર કેનેડામાં વધુ એક મહિનો પાબંદી

Ahmedabad Samay

સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા: મોહન ભાગવત

Ahmedabad Samay

રાજસ્થાનમાં ૭૨ કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાશે: અશોક ગેહલોત

Ahmedabad Samay

ફરી ઝડપાયું ડ્રગ્સ – એટીએસ અને કોસ્ટગાર્ડે અરબી સમુદ્રના મધદરીએ પાર પાડ્યું ઓપરેશન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો