September 13, 2024
ગુજરાત

અમદાવાદ કોર્પોરેશનની સિલિંગ ઝુંબેશ સામે રિલીફ રોડ પર વેપારીઓનો વિરોધ

અમદાવાદ કોર્પોરેશનની સિલિંગ ઝુંબેશ સામે રિલીફ રોડ પર વેપારીઓએ વિરોધ કર્યો હતો. રિલીફ રોડ પર 150થી વધુ દુકાનોને BU પરમિશન અંગે સિલ કરવામાં આવી છે.

એક મહિનાથી દુકાનો સિલ હોવાથી વેપારીઓની મુશ્કેલી વધી છે. રોજગારી બંધ થતાં વેપારીઓ અને કર્મચારીઓની હાલત કફોડી બની છે. વેપારીઓ સિલ ખોલવા માટે એક મહિનાથી કોર્પોરેશનના ધક્કા ખાય છે. પરંતુ કોઈ નિરાકરણ ના આવતા હવે વેપારીઓની ધીરજ ખૂટી છે.

કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટનું ખોટું નામ વટાવી વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો છે. રિલીફ રોડ પરના વેપારીઓની માંગ છે કે તાત્કાલિક સિલ મારેલા કોમ્પલેક્ષ અને દુકાનો ખોલવામાં આવે.

સિલ ખોલવામાં નહીં આવે તો કાયદો હાથમાં લઈ વેપારીઓ સિલ ખોલવાની તૈયારી કરી છે. વેપારીઓ અને ધંધાદારીઓ જાતે સિલ ખોલી વેપાર ધંધા શરૂ કરશે. કોર્પોરેશન દ્વારા સિલ મારવામાં આવતા વેપારીઓની આર્થિક હાલત કફોડી બની છે અને સિલ નહીં ખોલે તો બે હજાર વેપારીઓએ સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

રાજચિઠ્ઠી, પ્લાન પાસ બધું જ છે. અમે કોર્પોરેશનને બોન્ડ આપ્યા. અધિકારીઓના જણાવ્યા મુજબ ફાયરના સાધનો વસાવ્યા, ફાયર એનઓસીના ઈન્સ્પેકશન માટે ફી ભરી. તમામ કાર્યવાહી કરવા છતાં સિલ ખોલવામાં નથી આવતા.

કોર્પોરેશનના અધિકારીઓ કહે છે કે અમારી પાસે સિલ ખોલવા કોઈ ગાઈડલાઈન જ નથી. જો કોર્પોરેશન પાસે સિલ ખોલવા કોઈ ગાઈડલાઈન ના હોય તો સિલ માર્યું કેમ? એક મહિનાથી અમે કોર્પોરેશનના ધક્કા ખાઈએ છે. પરંતુ કોઈ જવાબ આપતું નથી. હવે અમે કાયદો હાથમાં લઈ સિલ ખોલી નાખીશું અથવા સામુહિક આત્મવિલોપન કરીશું તો તેની જવાબદારી સરકારની રહેશે

Related posts

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

Ahmedabad Samay

SGVP ગુરુકુલ ખાતે મેરી માટી મેરા દેશ મહોત્સવની ભવ્ય ઉજવણી, શહીદ મહીપતસિંહજી વાળાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

શહેરમાં કુલ ૧૮૧ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં મુકવામાં આવ્યા

Ahmedabad Samay

દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને જપ્ત કરી હરાજી કરાશે

Ahmedabad Samay

 ૧૦ વર્ષ પછી દેશમાં ગઠબંધન સરકારનો યુગ પાછો ફર્યો, મોદી સરકાર સામે છે આ પાંચ મોટા પડકારો

Ahmedabad Samay

સોમવાર બાદ ચોમાસાની આગાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો