September 21, 2026
ગુજરાત

૧૫ અને ૧૬મી તારીખે બપોરે ૧૨ વાગ્યા સુધી રીક્ષા ચાલકોની હડતાળ

સીએનજી ગેસ ભાવ વધારા થતા રિક્ષાભાડામાં વધારો કરવાની માંગણી તેમજ સીએનજી ગેસના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે અમદાવાદ સહિત રાજ્યના ઓટો રિક્ષા ડ્રાઈવરના સંગઠનોના આગેવાનોની બેઠક યોજાઈ હતી.

જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરોક્ત બાબતે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જવાબ નહીં મળતાં અસંતોષ અને આક્રોશની લાગણી વ્યક્ત કરતા નાછૂટકે આકર્યું છે. હડતાલ 15 અને 16મી તારીખે બપોરે 12 વાગ્યા સુધી રહેશે. આમ છતાં સરકાર જો 36 કલાકની હડતાળ બાદ નિર્ણય નહીં લે તો આવનાર 21/11/2021ના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે અને આ હડતાલ માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી ચાલુ રહેશે.

સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિ આયોજિત મીટીંગમાં ઉપસ્થિત તમામ ઓટો રિક્ષા યુનિયનના આ લડતને ચલાવનાર શ્રમિક અગ્રણી અશોક પંજાબીના પ્રમુખ પદે નિમણૂંક કરી હતી. પ્રમુખ પદેથી તેઓએ જણાવ્યું હતું કે રિક્ષાચાલકો નો આંદોલન શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે મારો સહકાર અને અનુરોધ છે કે હડતાલ પહેલા લાખો રિક્ષાચાલકોની માગણીનો સ્વીકાર કરી ન્યાય આપશે તો આંદોલન મોકૂફ રાખવામાં આવશે.

Related posts

છૂટ છાટ સાથે મીની લોકડાઉન લંબાય તેવી શક્યતા, સાંજે નિર્ણય લેવાશે

Ahmedabad Samay

કર્મા ફાઉન્ડેશન અને બબીતા જૈન દ્વારા ૧૨૦૦ બેડમાં પાણી અને જમવાનું વિતરણ કરાયું

Ahmedabad Samay

ઇલેક્ટ્રિક વાહન પર સરકાર આપશે સબસીડી

Ahmedabad Samay

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાથી સખી મંડળની બહેનો આર્થિક પગભર બની

Ahmedabad Samay

રાંધણ ગેસમાં ફરી થયો વધારો,૨૫ રૂપિયા નો ભાવ થયો વધારો

Ahmedabad Samay

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો