અમદાવાદઃ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતી સાત વર્ષની બાળકીને કેટલાક વિદ્યાર્થીઓએ પાણીની બોટલ વડે મારતાં તેના હોઠ અને ચહેરા પર ઈજાઓ થઈ હતી. તેના પિતાએ જણાવ્યું કે તેના બે દાંત તૂટી ગયા છે.
આ છોકરીના પિતા એક ખાનગી પેઢીમાં કામ કરે છે. તેમણે શહેર પોલીસ સમક્ષ અરજી દાખલ કરી હતી, પરંતુ પોલીસે કથિત રીતે આ કેસમાં કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો.
ઘાયલ થયેલી બાળકીના પિતાએ કહ્યું, “મારી દીકરી ચિલોડાની બ્રાઈટ ઈંગ્લિશ સ્કૂલમાં ધોરણ 2 માં ભણે છે, તે સોમવારે બપોરે થોડી મોડી ઘરે પાછી આવી. જ્યારે તે પાછી આવી, ત્યારે મેં જોયું કે તેના મોઢામાંથી ભારે લોહી નીકળી રહ્યું હતું અને તેના બે દાંત તૂટી ગયા હતા.”
તેમણે કહ્યું કે તેઓ તેમની દીકરીને અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તબીબી-કાનૂની કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ પ્રિસ્ક્રિપ્શનમાં નોંધ્યું કે કે તેના પર પાણીની બોટલ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ઈજાઓ થઈ હતી.
બાળકીના પિતાએ કહ્યું, “જ્યારે મેં પોલીસનો સંપર્ક કર્યો, ત્યારે તેઓએ મારી ફરિયાદમાં શાળાના અધિકારીઓનું નામ લેવાનો ઇનકાર કર્યો. શાળાએ મને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. હું મજબૂત પગલાં અને મારા બાળકની સલામતી ઇચ્છું છું.”
તેમણે કહ્યું કે ડભોડા પોલીસ સ્ટેશનની પોલીસે તેમને બોલાવ્યા હતા પરંતુ શાળાના આશિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ બાળકો વચ્ચેની લડાઈનો મામલો છે, પરંતુ શાળાના શિક્ષકોએ તેમની જવાબદારી લેવી જોઈએ.
24 માર્ચે, મેમનગરના સેન્ટ ઝેવિયર્સ લોયોલા હોલમાં ધોરણ 8 ના વિદ્યાર્થીએ રમતના મેદાનમાં બોલાચાલી પછી ધાતુના લંચ બોક્સથી ધોરણ 4 ના વિદ્યાર્થીને માર માર્યો હતો. વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેને શાળાના પરિસરમાંથી સીધો જ હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો.