અત્યાર સુધી 19 ભૂવાઓ અમદાવાદમાં પડૂ ચૂક્યા છે. જેમાં શિવરંજની જેવા પોશ વિસ્તારમાં ભૂવો પડતા આ રસ્તાના ભાગને કોર્ડન કરાયો છે. ઝડપી કામગિરી પૂર્ણ ન થતા ટ્રાફિક પણ સર્જાય છે. ત્યારે ચોમાસા પહેલા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. મોટા ભૂવાઓ અમદાવાદમાં સતત પડી રહ્યા છે. ભૂવાના કારણે અકસ્માતની સ્થિતિ પણ સર્જાય છે.
ભૂવો પડતા અગાઉ રાણીપ વિસ્તારમાં થોડા સમય પહેલા જ એક બાઈક ચાલક બાઈક સાથે ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો. રાજ્યમાં ચોમાસું બેસી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પર વિશાળ ભૂવો પડી ગયો છે. અમદાવાદ શિવરંજની ચાર રસ્તા પર અસંખ્ય વાહનો પસાર થાય છે ત્યાં જ આ ભૂવો પડ્યો છે. અત્યારે મોટી સંખ્યામાં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રોડની વચ્ચે આ ભૂવાને અત્યારે કોર્ડન કરવામાં આવ્યો છે.
ચોમાસા પ્રી મોન્સુન કામગિરી અંતર્ગત સમીક્ષા બેઠકો તો યોજાઈ રહી છે પરંતુ જે રીતે ચોમાસાના આગમન પહેલા યુદ્ધના ધોરણ જે રીતે કામગિરી થવી જોઈએ તે ન થતી હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પર દર વખતે ચોમાસામાં કામગિરી દરમિયાન સવાલો ઉઠતા હોય છે. જેમાં ફતેવાડી વિસ્તારમાં એક કાર પાર્ક થયેલી હતી તે સિધી અચાનક ત્યાં ભૂવો પડતા ગરકાવ થઈ ગઈ હતી. . તાજેતરમાં જ પડેલા કમોસમી વરસાદના કારણે તંત્રની કામગિરીની પોલ પણ ખૂલી ગઈ હતી.