October 12, 2024
ગુજરાત

અમદાવાદમાંથી નશામુક્ત ભારત અભિયાનનો શુભારંભ કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરીયાએ કરાવ્યો

અમદાવાદમાંથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તેમજ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા ‘નશામુકત ભારત અભિયાન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરિયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. મંત્રીએ તેમના ઉદ્બોદનમાં જણાવ્યું હતું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા નશામુક્તિના મહાયજ્ઞમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ મહત્ત્વની ભૂમિકા ભજવશે.” આ સાથે મંત્રીએ ઉમેર્યું હતું કે, “આજે નશાના લીધે સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ આ ત્રણેયને ખૂબ જ મોટાં નુકસાન ભોગવવા પડી રહ્યાં છે.
આજે ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોએ યુવાન દીકરા-દીકરીઓને ગેરમાર્ગે દોર્યા છે. ઉત્તમ, સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે આપણે આજના સમયમાં આવા અભિયાનની ખૂબજ જરૂર છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ પોતાની વાતને પૂર્ણ કરતા જણાવ્યું હતું કે, “પહેલાના જમાનામાં ભારત દેશને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવતો હતો પરંતુ નશાકારક દ્રવ્યોના વધતા જતા પ્રમાણને કારણે ભારતે તેનો પરમ વૈભવ ગુમાવ્યો છે. ‘વ્યસનમુકત ભારત અભિયાન’ અંતર્ગત અમદાવાદ સહિત આજુબાજુના જિલ્લાઓમાં કુલ ૩૩ જેટલા કળશ વ્યસનરૂપી રાક્ષસને નાથવા નીકળશે અને સાથે પ્રજાપિતા બ્રમ્હાકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સહકાર થકી આપણે ખૂબ જલ્દી ભારતના પરમ વૈભવને ફરી મેળવી શકીશું.”

આ કાર્યક્રમમાં નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર ડૉ. શૈલેશ મિશ્રા, મેડિકલ વિંગના નેશનલ કૉ-ઓર્ડીનેટર ડૉ. સચિન પરખ, અમદાવાદ નશામુક્તિ મંડળના ડાયરેક્ટર ગણપતભાઈ ડાભી, ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી માતા-બહેનો અને કાર્યકરો જોડાયાં હતાં.

Related posts

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

Ahmedabad Samay

એક દેશ, એક ચૂંટણી ભારતમાં અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી

Ahmedabad Samay

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay

રવિવાર ના રોજ મોહિની એકાદશી વ્રત છે,જાણો મોહિની વ્રતની મહિમા અને વ્રતના ફાયદા. શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા તિલક હોળી નું આયોજન કરાયું

Ahmedabad Samay

નરસિંહ મહેતા યુનિ.ની સિન્ડિકેટ બેઠકને એબીવીપી કાર્યકરો દ્વારા રોષભેર ઘેરાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો