November 17, 2025
ગુજરાત

જાન્યુઆરી-૨૦૨૪, ૨ સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવાની શકવાની શક્યતાઓ,કમોસમી વરસાદની સંભાવના

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી વરસાદની પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. આ વખતે વિશિષ્ટ હવામાનની સ્થિતિના કારણે ફેબ્રુઆરી સુધી હવાના હળવા દબાણ ઊભા કરાશે. ખાસ કરીને બીપરજોય વાવાઝોડા બાદ વરસાદની પેટર્નમાં મોટો તફાવત આવ્યો છે. જેને પગલે આ વખતે કમોસમી વરસાદ પણ લાંબો ખેંચાયો છે. એ જ કારણ છેકે, શિયાળામાં પણ તમારે વરસાદી માહોલ જેવી સ્થિતિ વેઠવી પડે છે.

ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના પગલે જાન્યુ.ની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડીની સંભાવના પણ રહેલી છે. ખાસ કરીને ડિસેમ્બરના અંતથી 2 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. ઈસુના ૨૦૨૩ના વર્ષના મોસમમાં ભારે પરિવર્તન જોવા મળેલ હતું. બીપરજોય વાવાઝોડા બાદ ભારતીય વરસાદની પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો હતો. સાલના મજબૂત અલ નીનોની અસરનો ભારતની મોસમ ઉપર જબરો પ્રભાવ જોવા મળ્યો હતો અને હજુ પણ મે-૨૦૨૪ સુધી અલ નીનોનો પ્રભાવ રહેશે તેવા અવલોકનો આવે છે.

આ ઉપરાંત ભારતની ઉત્તર-પશ્ચિ મે જે પશ્ચિમી વિક્ષેપ આવવા જોઈએ તે પણ નંબળા આવતા દેશમાં શિયાળામાં પડતી ઠંડીમાં વિક્ષેપ જોવા મળેલ હતો તેમ આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે. શિયાળામાં બરાબર ઠંડી ના પડે તો તેની અસર કેટલાક શિયાળું પાક પર પડતી હોય છે. વિશેષ કરીને ઘઉં જેવા પાક ઉપર પડતી હોય છે. આ અંગે જોઈએ તો ૨૦૨૪ની શરૂઆતમાં જોઈએ તો આ ડિસેમ્બરના અંતમાં અને નવા વર્ષની શરૂઆતમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતાઓ રહેવાની સંભાવનાઓ છે.

જાન્યુઆરી-૨૦૨૪, ૨ સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવાની શકવાની શક્યતાઓ રહેશે. જાન્યુઆરી તા.૪ સુધીમાં દેશના ઉત્તર-પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્રે ફેરફાર થવાની શક્યતા રહેશે. જેમાં કચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે.

દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, કરા સાથે કમોસમી વરસાદની સંભાવનાઓ રહેતા ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં થતી બરફવર્ષાના લીધે જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. ડિસેમ્બર તા.૨૭-૨૮, વાદળવાયુ અને તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૩થી જાન્યુઆરીની શરૂઆતમાં અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ રહેશે. આ અરસામાં બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે.

અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ પશ્ચિમી વિક્ષેપ સાથે ભળી જતા કરા સાથે કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ રહેશે.

Related posts

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

ત્રણ દિવસમાં ત્રણ મોટા અપરાધ, ઠક્કરબાપ બ્રિજ પાસે ૦૩ રાઉન્ડ ફાયર કરી ચલાવી લૂંટ

Ahmedabad Samay

અમદાવાદ: PM મોદીને પસંદ કરો કે ન કરો પરંતુ…. ગુજરાત હાઈકોર્ટે કરી મોટી ટિપ્પણી અને જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

મહામારીમાં ભાવનગરના યુવરાજ આવ્યા પ્રજાની મદદે.

Ahmedabad Samay

સૈજપુર વોર્ડના ઉમેદવારોને કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ફોટો ફ્રેમ અપાઇ

Ahmedabad Samay

ક્રાંતિકારી સંત મુનિરાજ શ્રી નિલેશ વિજયજી મહારાજને રાષ્ટ્રીય સંતની પદવી મળવા બદલ જૈન અજૈન તમામ ધર્મપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો