September 21, 2026
તાજા સમાચારદેશ

હલ્‍દવાનીમાં થયેલી હિંસા પર ડીએમ વંદના સિંહે મોટો ખુલાસો, પોલીસ સ્‍ટેશનની અંદર પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો

હલ્‍દવાનીમાં થયેલી હિંસા પર ડીએમ વંદના સિંહે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, નજીકની છત પરથી પોલીસ પર પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો અને પેટ્રોલ બોમ્‍બથી વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમણે  વધુમાં જણાવ્‍યું કે, જ્‍યારે નોટિસ આપવામાં આવી હતી, ત્‍યારે પથ્‍થરો ન હતા. CCTV દ્વારા તોફાનીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

તેણે જણાવ્‍યું કે, પોલીસ સ્‍ટેશનની અંદર પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. પોલીસકર્મીઓને પોલીસ સ્‍ટેશનની બહાર જવા દેવામાં આવ્‍યા ન હતા. પોલીસ સ્‍ટેશનના રેકોર્ડ રૂમને પણ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો, જેથી તમામ રેકોર્ડ બળી ગયા હતા.

ત્રણ દિવસ પહેલા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક જ મિલકતને નિશાન બનાવવામાં આવી નથી. તમામ સ્‍થળોએ અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.

તેમણે કહ્યું કે, ગેરકાયદેસર મસ્‍જિદ અને કબરનું કાયદાકીય દસ્‍તાવેજોમાં કોઈ અસ્‍તિત્‍વ નથી. આ જમીન મહાનગરપાલિકાની છે. તેને પહેલેથી જ નોટિસ આપવામાં આવી હતી. આ ખરેખર ૨૦૦૭ નો ઓર્ડર હતો. અમારી તરફથી તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્‍યું હતું. જે પણ માળખું હતું, તે ગેરકાયદેસર હતું.

ઘાયલોમાં અનેક પોલીસકર્મીઓ, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે. અધિકારીઓએ પોલીસ ટીમ સાથે મળીને સરકારી જમીન પર બનેલી મદરેસા અને મસ્‍જિદને તોડી પાડવામાં આવતા હોબાળો થયો હતો. મલિકના બગીચા વિસ્‍તારમાં ગેરકાયદેસર મદરેસા અને મસ્‍જિદ બનાવવામાં આવી હતી.

હાલ પોલીસ, પીએસી અને અર્ધલશ્‍કરી દળો જિલ્લામાં મોરચો સંભાળી રહ્યા છે. વહીવટીતંત્ર ગુરુવારે રાતભર તોફાનીઓની ઓળખ કરવામાં વ્‍યસ્‍ત રહ્યું હતું. હિંસા બાદ સીએમ પુષ્‍કર ધામીએ હલ્‍દવાનીના વનભૂલપુરામાં ગેરકાયદે બાંધકામ હટાવવા દરમિયાન પોલીસ અને વહીવટી અધિકારીઓ પર હુમલાની ઘટનાને ગંભીરતાથી લીધી છે. તેમણે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

Related posts

CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેશે

Ahmedabad Samay

જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની થઇ શકે છે ધરપકડ

Ahmedabad Samay

બિહારમાં પરિવર્તન નહી પુનરાવર્તન થઈ રહયું છે. નીતિશકુમારની વાપસી થઈ રહી

Ahmedabad Samay

ત્રિપુરામાં અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત

Ahmedabad Samay

પાકિસ્તાન સામે એશિયા કપમાં બીજી વખત આ કટ્ટર હરીફને ૬ વિકેટથી પરાજિત કરીને ભારતે સતત બીજો ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો