October 11, 2024
જીવનશૈલીદેશબિઝનેસ

વનપ્લસ અને ઓપ્પો ના સ્માર્ટફોન યૂઝ કરનારા યૂઝર્સ માટે મોટી ખુશખબરી

વનપ્લસ અને ઓપ્પો ના સ્માર્ટફોન યૂઝ કરનારા યૂઝર્સ માટે મોટી ખુશખબરી છે. ઓપ્પોએ પોતાના વનપ્લસના ઘણા નવા ડિવાઇસીસ માટે ઘણા બધા નવા AI ફીચર્સની જાહેરાત કરી દીધી છે. વીબો પોસ્ટના અનુસાર કંપની એંડ્રોઇડ 14 પર બેસ્ડ ColorOS અપડેટમાં સપોર્ટેડ ડિવાઇસીસને 100 થી વધુ નવા એઆઇ ફીચર્સ ઓફર કરવાની છે. તેમાં પોપ્યુલર ફીચર Al Deletion અને  Al Call Summary પણ સામેલ છે. એઆઇ ડિલીશન ફીચર ગૂગલ મેજિક ઇરેજર અને સેમસંગના ઓબ્જેક્ટ ઇરેજર ફીચર જેવા જ છે. તેની મદદથી યૂઝર ફોટોમાં વણજોઇતી વસ્તુને દૂર કરી શકે છે.

ખૂબ કામની છે એઆઇ કોલ સમરી ફીચર

એઆઇ કોલ સમરીની વાત કરીએ તો આ ફીચર યૂઝરને ફોન કોલિંગનું બિલકુલ નવો એક્સપીરિયન્સ આપશે. તમારા કોલ્સને સાંભળી અને સમજીને ટ્રાંસલેટ કરીને વાતચીતના જરૂર પોઇન્ટને હાઇલાટ્સ કરે છે. સાથે જ આ ફીચર કોલ પર થયેલી વાતચીત અનુસાર રિમાઇન્ડર અને ટૂ-ટૂ લિસ્ટ પણ ક્રિએટ કરશે. કોલ પુરો થયા બાદ યૂઝર સ્ટેટ્સ પર ટેપ કરીને કોલ સમરી સાથે નોટ જોઇ શકશે.

ColorOS વોઇસ આસિસ્ટન્ટને મળ્યા ઘણા નવા ફીચર

ઓપ્પોના ColorOS વોઇસ આઇસિસ્ટન્ટ Xiabou ને ઘણા એઆઇ ફીચર મળવાના છે. હવે પહેલાં કરતાં વધુ રિયલ હોવાનું છે. તેમાં યૂઝર્સને સારા જેનેરેટિવ એઆઇ બેક્ડ સ્પીચ કેપેબિલિટી જોવા મળશે. ઓપ્પો આ આસિસ્ટન્ટમાં નવી સ્કિલ્સ પણ એડ કરશે. હવે એ પણ કઠીન ટાસ્કને પણ સરળતાથી પુરા કરશે.

ફોટો સ્ટૂડિયો ફીચર પણ શાનદાર

નવા એઆઇ ફીચર્સને સૌથી પહેલાં ચીનમાં રોલઆઉટ કરવામાં આવશે. ColorOS ના હેપ્પી ન્યૂ ઇયર એડિશન ચીનમાં યૂઝર્સને એઆઇ ગ્રીટિંગ કાર્ડસ ફીચર ઓફર કરશે. તેની મદદથી યૂઝર ટેમ્પલેટ અને સજેશનનો ઉપયોગ કરીને કસ્ટમાઇઝ્ડ ન્યૂ ઇયર કાર્ડ બનાવી શકશે. તેમાં મળનાર વધુ એક ફીચરમાં ફોટો સ્ટૂડિયો સામેલ છે. આ ન્યૂ ઇયર થીમ ફિલ્ટરથી ફોટો ક્રિએટ કરે છે.

આ ડિવાઇસીસ માટે આવ્યું અપડેટ

Oppo જે ફોન માટે અપડેટ આવ્યું છે તેમાં Find X7, Find X7 Ultra, Find X6, Find pro, Reno 11, Reno 11 pro, Reno 10 pro, Reno 10 Pro+ ane Find N3 અને Find N3 Flip સામેલ છે.

OnePlus વિશે વાત કરીએ તો, OnePlus 12, OnePlus 11, OnePlus S3, OnePlus S2 અને OnePlus S2 Pro માટે લેટેસ્ટ AI ફીચર્સ રોલઆઉટ કરવામાં આવી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઇન્ડીયન યૂઝર્સ માટે પણ લેટેસ્ટ અપડેટ જલદી આવશે.

Related posts

વીજળી પડવાથી ૯૦થી વધુ લોકોના મૃત્યુ, બિહાર માં આશરે ૮૩ અને ઉત્તર પ્રદેશમાં ૦૯ લોકોના મૃત્યુ

Ahmedabad Samay

કોરોના ની પહેલી લહેરમાં PM નરેન્દ્રભાઇ મોદી નાયક સાબિત થયા તો બીજી લહેરમાં ખલનાયક

Ahmedabad Samay

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શનિવારે ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું થયું અવસાન

Ahmedabad Samay

બ્રિટિશ PM સુનકની પત્ની અક્ષતા મૂર્તિને મળશે 68.17 કરોડ રૂપિયા, જાણો ક્યાંથી આવશે આ આવક

Ahmedabad Samay

આ માહિતી અચૂક લોકો સુધી પહોંચાડો,જાણો બ્લેક ફંગસ ઈન્ફેકશનની તમામ માહિતી,સાવચેતી અને લક્ષણો

Ahmedabad Samay

પાન કાર્ડ-આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ નજીક, જો આ કામ નહીં કરવામાં આવે તો તમારે ભોગવવું પડશે નુકસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો