September 29, 2026
Other

અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસને ઓખા સ્‍ટેશન સુધી લંબાવવામાં આવી

અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસને ઓખા સ્‍ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી ૧૨મી માર્ચ, ૨૦૨૪ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વીડિયો કોન્‍ફરન્‍સિંગ દ્વારા અમદાવાદ-જામનગર વંદે ભારત એક્‍સપ્રેસના ઓખા સુધીના વિસ્‍તરણને લીલી ઝંડી દેખાડસે.

ટ્રેન નંબર ૦૯૪૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસની શરૂઆતની ઉદ્ધાટન ની ટ્રીપ ને ૧૨ માર્ચ, ૨૦૨૪ના રોજ દ્વારકાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસનું નિયમિત સંચાલન ૧૩ માર્ચ, ૨૦૨૪થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી ૧૮:૧૦ કલાકે ઉપડશે, દ્વારકા તે જ દિવસે ૨૩.૫૪ કલાકે પહોંચી ને ૨૩.૫૯ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૦:૪૦ કલાકે ઓખા પહોંચશે.

તેવી જ રીતે, રિટર્ન માં, ટ્રેન નંબર ૨૨૯૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ નું નિયમિત સંચાલન ૧૪ માર્ચ, ૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન ઓખાથી બુધવાર સિવાય દરરોજ ૦૩:૪૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૦૪.૦૫ કલાકે દ્વારકા પહોંચી ને ૦૪.૧૦ કલાકે ઉપડશે અને ૧૦:૧૦ કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્‍દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્‍ટેશને ઉભી રહેશે. ઉપરાંત, બંને દિશામાં જામનગર અને અમદાવાદ વચ્‍ચેના કોઈપણ સ્‍ટેશનના આગમન-પ્રસ્‍થાનના સમયમાં અથવા સ્‍ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્‍ઝિકયુટિવ ચેર કાર કોચ હશે.

Related posts

મહારાણા પ્રતાપ સિંહની 486મી જન્મજયંતિ આજે અમદાવાદમાં ખૂબ જ આનંદ અને ગર્વ સાથે ઉજવવામાં આવી

Ahmedabad Samay

મે મહિનામાં તાપમાન ૪૫ને પાર જવાથી લૂ ની શક્યતાઓ: અંબાલાલ પટેલ

Ahmedabad Samay

રચના રક્ષિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 23 માર્ચ 2025 ના રોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

હિન્દૂ સેના દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાંભા વિસ્તારમાં નોનવેજ અને અન્ય માંસના વેચાણ કરવા પર વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી.

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાએ 228 રનથી મોટી જીત હાંસલ કરી, પાકિસ્તાનની અત્યાર સુધીમાં બીજી મોટી હાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો