September 21, 2026
Other

રાજા રઘુવંશીની મર્ડર કેસમાં વધુ એક ખુલાસો, સુહાગરાત મનાવવા પહેલા રાખી એક શરત

રાજા રઘુવંશીના મોત મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. રાજા રઘુવંશીની મોતનો આરોપ તેની પત્ની સોનમ રઘુવંશી પર છે. રાજા અને સોનમના લગ્ન 11 મેના રોજ થયા હતા. જે બાદ તેઓ 21 મેના શિલોંગ પહોંચ્યા હતા અને 23 મેના રોજ રાજાની હત્યા કરી દેવામાં આવી હતી. 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ ખીણમાં પડેલો મળ્યો હતો. હવે પતિના આરોપસર ધરપકડ કરાયેલી સોનમ રઘુવંશી વિશે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે.

મેઘાલય પોલીસના જણાવ્યા પ્રમાણે, સોનમ હનીમૂન મનાવવા માટે નહીં પણ રાજાને તેની હત્યા કરવા માટે શિલોંગ લઈ ગઈ હતી. સોનમ તેની ઇચ્છા વિરુદ્ધ આ લગ્નથી ખુશ નહોતી અને તેથી તે રાજાને તેની નજીક આવતા સતત રોકી રહી હતી.  રાજાને તેની નજીક આવતા અટકાવવા માટે તેણીએ કામાખ્યા દેવીના દર્શન કરવાની શરત મૂકી હતી.

લગ્ન પછી સોનમ 4 દિવસ તેના સાસરિયામાં રહી હતી. આ પછી તે તેના પિયરમાં આવી ગઈ હતી. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, સોનમે સાસરિયામાં રહીને તેના પ્રેમી રાજને મેસેજ કરીને જણાવ્યું હતું કે, તેણીને રાજાનો સ્પર્શ કરવો પસંદ નથી.

હનીમૂન ટ્રીપ માટે રાજા લગ્ન પછી તરત જવા માટે તૈયાર ન હતો. પરંતુ સોનમે તેને કહ્યા વિના ટિકિટ બુક કરાવીને તેને મનાવી લીધો હતો. સોનમે કથિત રીતે રાજાને કહ્યું હતું કે, તે પહેલા દેવી કામાખ્યાના દર્શન કરશે અને તે પછી જ તે તેની સાથે સંબંધ બનાવશે.

સોનમ હત્યાની તૈયારી અને કોન્ટ્રાક્ટ કિલર્સના શિલોંગ પહોંચવા માટે સમય પસાર કરવા માંગતી હતી.રાજાના મોત બાદ કિલર્સ સોનમના પિતા સાથે પણ જોવા મળ્યા હતા

Related posts

અમદાવાદ સમય તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

બ્લોસમ ઈવેન્ટ ગ્રુપ દ્વારા પ્રીન્યૂ ઈયર લેસિવેશન યોજવામાં આવ્યું,૨૦૦ જેટલી મહિલાઓ કાર્યક્રમમાં જોડાઇ

Ahmedabad Samay

કર્નલ અપૂર્વ ભટનાગરને તેમની અસાધારણ સેવાને બદલામાં પ્રતિષ્ઠિત વિશિષ્ટ સેવા પદક (VSM)થી સન્માનિત કરવામાં આવ્યા

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં પતિના જાણ બહાર પત્‍નીની બીજા લગ્ન કરાવતા જમાઇએ સાસુની હત્યા કરી

Ahmedabad Samay

ભારતીય શેરબજારમાં જોવા મળેલી ઐતિહાસિક તેજી બાદ હવે આજના ટ્રેડિંગ સત્ર પર સૌની નજર

Ahmedabad Samay

મહેન્‍દ્ર સિંહ ધોની તેના જૂના લુકમાં એટલે કે લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો