September 22, 2026
ગુજરાત

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રાહકની ફરિયાદ બાદ પ્રહલાદનગરનું મેકડોનાલ્ડ્સ આઉટલેટ નિયમના ઉલ્લંઘન બાદ સીલ કરી દેવામાં આવ્યું

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રાહકની ફરિયાદ બાદ પ્રહલાદનગરનું મેકડોનાલ્ડ્સ આઉટલેટ નિયમના ઉલ્લંઘન બાદ સીલ કરી દેવામાં આવ્યું હતું. આ મામલે મેકડોનાલ્ડ્સ ઈન્ડિયા દ્વારા સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવી છે.

મેકડોનાલ્ડ્સ ઈન્ડિયા દ્વારા સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે : ‘અમે અમારા પ્રહલાદનગર સ્ટોર પર બનેલી ઘટનાને ઉદ્દેશીને સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે, અમારા શાકાહારી વિભાગમાં લેટસને માંસાહારી વિભાગમાં મૂકવામાં આવી હોવાનો વિવાદ સર્જાયો છે. લેટસ માંસાહારી વિભાગમાં મૂકવામાં આવી હોવાનો વીડિયો જે ગ્રાહકે ઉતાર્યો હતો તેણે પૈસાની માગણી કરી હતી. એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાએ તેની પૈસાની માગણી સ્વીકારી નહોતી તેના બદલે અમે કાયદાને અનુરૂપ તપાસ કાર્યવાહી કરવાનો માર્ગ અપનાવ્યો છે. જેથી સત્યતા જાણી શકાય. અમે હંમેશા અમારા ગ્રાહકોની વિવિધ ખાદ્ય પસંદગીઓ અને લાગણીઓનું સન્માન કરીએ છીએ. ઘણા વર્ષોથી અમે અમારા તમામ કિચનમાં શાકાહારી અને માંસાહારી વિભાગને ચુસ્તપણે એકબીજાથી અલગ રાખ્યા છે. અમે કોઈપણ ગ્રાહકને અમારા રસોડાની મુલાકાત લેવા મંજૂરી આપીએ છીએ. જેથી તેઓ અમારી રસોઈ પ્રક્રિયાનું નિરીક્ષણ કરી શકે, અમે ભોજનમાં પારદર્શકતા રાખવા પ્રતિબદ્ધ છીએ.

Related posts

અમરાઇવાડીમાં 13 વર્ષના બાળકનું ડમ્પરના અડફટે આવતા મૃત્યુ નીપજ્યું

Ahmedabad Samay

તલવારબાજ યશ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી જન્મ દિવસ છે.

Ahmedabad Samay

અમદાવાદીઓ દિવાળીમાં રાત્રે ૦૮ થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.

Ahmedabad Samay

ચાલું વર્ષના અંત સુધીમાં એએમસીનું દેવું 4000 કરોડથી વધી જશે તેવો વિપક્ષનો આક્ષેપ

Ahmedabad Samay

વ્યાજ ખોરોથી કંટાળી યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો