ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના વતની અને રાષ્ટ્રસેવાને સમર્પિત જીવન જીવનાર નિવૃત્ત કર્નલ વનરાજસિંહ જાડેજ જે ગાંધીનગર ખાતે અવસાન થયું છે. કર્નલ સાહેબના નિધનના સમાચાર મળતા જ પ્રોલ સહિત સમગ્ર પંથકમાં અને સૈન્ય વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
વનરાજસિંહ જાડેજાએ ભારતીય સેનામાં અંદાજે ૪૨ વર્ષ સુધી દેશની સેવા કરી હતી. તેમનું સૈન્ય યોગદાન અત્યંત વીરતાપૂર્ણ રહ્યું છે. તેમણે રાજપૂતાના રેજિમેટ કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવીને દેશની સરહદોની રક્ષા કરી હતી. આ ઉપરાંત, તેમણે દેશના મહત્ત્વપૂર્ણ ઓપરેશન પૈકીના ઓપરેશનમાં પણ પોતાની ફરજ નિભાવી હતી.
સેનામાં લાંબો સમય દેશનું ગૌરવ વધાર્યા બાદ પણ કર્નલ જાડેજા નિષ્ક્રિય નહોતા રહ્યા. ભલે તેઓ નિવૃત્તિ પછી ગાંધીનગર ખાતે રહેતા હતા, તેમણે પોતાનું જીવન સતત સમાજ સેવામાં સમર્પિત કર્યું હતું અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન તથા પ્રેરણા આપવાનું કાર્ય કર્યું હતું. તેમના નિધનથી પરિવારની સાથે સાથે સમાજે પણ એક આદરણીય અને પ્રેરક વ્યક્તિત્વ ગુમાવ્યું છે.
