July 23, 2026
દેશ

સરકારે પેટ્રોલ કરતાં આશરે ૨૦ રૂપિયા સસ્‍તા ભાવે ઉપલબ્‍ધ ઇંધણની વ્‍યવસ્‍થા કરી છે. આ હેતુ માટે, સરકારે દેશનું પ્રથમ E-85 ઇંધણ સ્‍ટેશન શરૂ કર્યું, જાણો E85 ઇંધણની વિગતવાર માહિતી

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં માત્ર ૧૦ દિવસમાં ચાર ગણો વધારો થયો છે, જેના કારણે સામાન્‍ય માણસના ખિસ્‍સા પર મોટો બોજ પડ્‍યો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે રોજિદા વસ્‍તુઓના ભાવમાં પણ વધારો થયો છે. આ દરમિયાન, સરકારે કેટલીક રાહતની જાહેરાત કરી છે. જ્‍યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો નથી, તો દિલ્‍હીમાં મુસાફરી કરવી એટલી મોંઘી નહીં થાય. ચાલો સમજાવીએ કે શા માટે.

હકીકતમાં, કેન્‍દ્ર સરકારે રાષ્ટ્રીય રાજધાની દિલ્‍હીમાં પેટ્રોલ કરતાં આશરે ૨૦ રૂપિયા સસ્‍તા ભાવે ઉપલબ્‍ધ ઇંધણની વ્‍યવસ્‍થા કરી છે. આ હેતુ માટે, સરકારે દેશનું પ્રથમ E-85 ઇંધણ સ્‍ટેશન શરૂ કર્યું છે. કેન્‍દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિહ પુરીએ ઇન્‍ડિયન ઓઇલના પુસા રોડ આઉટલેટ પર સ્‍થિત આ ઇંધણ સ્‍ટેશનનું ઉદ્ધાટન કર્યું છે.

દેશમાં બાયો-ઇંધણ એટલે કે ઇથેનોલના વપરાશ અને અપનાવવાની ગતિને તેજી આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક જાહેરાત કરવામાં આવી છે.  કેન્દ્ર સરકાર સંચાલિત સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા બજારમાં ટૂંક સમયમાં જ ‘E85’ ફ્યુઅલ રજૂ કરવામાં આવશે. આ ખાસ પ્રકારનું ઇંધણ સામાન્ય પેટ્રોલની સરખામણીએ પ્રતિ લીટર રૂપિયા ૨૦ ના માતબર ડિસ્કાઉન્ટ એટલે કે સસ્તા ભાવે ગ્રાહકોને વેચવામાં આવશે.

શું છે E85 ફ્યુઅલ અને કેમ અપાયું ડિસ્કાઉન્ટ?

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, E85 ફ્યુઅલ એ ૮૫% ઇથેનોલ અને ૧૫% પેટ્રોલનું એક વિશેષ મિશ્રણ છે. સામાન્ય પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલ મિશ્રિત આ બળતણની ઉર્જા કાર્યક્ષમતા (એનર્જી એફિશિયન્સી) થોડી ઓછી હોય છે. આ ઓછી ઉર્જા કાર્યક્ષમતાના કારણે વાહન ચાલકોને થતા સામાન્ય નુકસાનની ભરપાઈ કરવાના હેતુથી અને ગ્રાહકો આ ઇંધણ તરફ વધુ આકર્ષાય તે માટે સરકાર દ્વારા પ્રતિ લીટર રૂપિયા ૨૦ નું મોટું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પગલાંથી દેશમાં ઇથેનોલ એડોપ્શનની પ્રક્રિયાને મોટો વેગ મળશે.

 

દેશભરમાં તબક્કાવાર રોલઆઉટનું આયોજન:

સરકાર દ્વારા આ નવું બળતણ દેશભરમાં તબક્કાવાર રીતે ઉપલબ્ધ કરાવવાનું એક ચોક્કસ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ યોજનાના પ્રથમ ચરણ હેઠળ, ચાલુ વર્ષ ૨૦૨૬ ના અંત સુધીમાં દેશના ૫૦૦ ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપો) પર E85 ઇંધણ મળતું થઈ જશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા ચરણમાં આ નેટવર્કનો વ્યાપક વિસ્તાર કરીને વર્ષ ૨૦૨૭ ના અંત સુધીમાં સમગ્ર દેશમાં ૫,૦૦૦ જેટલા આઉટલેટ્સ પર આ સસ્તું ઇંધણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

પાંચ રાજ્યોમાં ‘E100’ શુદ્ધ ઇથેનોલનું વેચાણ ચાલુ:

આ તરફ દેશની અગ્રણી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા આ દિશામાં પહેલેથી જ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. ઇન્ડિયન ઓઇલ હાલમાં જ દેશના પાંચ પ્રમુખ રાજ્યોમાં આશરે ૪૦૦ જેટલા ફ્યુઅલ સ્ટેશનો પર ‘E100’ એટલે કે તદ્દન શુદ્ધ ઇથેનોલનું સફળતાપૂર્વક વેચાણ કરી રહી છે. આ સુવિધા અત્યારે દેશના પાટનગર દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યમાં કાર્યરત છે. સરકારના આ નવા નિર્ણયોથી દેશની પર્યાવરણ સુરક્ષાની સાથે-સાથે સામાન્ય જનતાને ઇંધણના ભાવમાં પણ મોટી રાહત મળશે તે નક્કી છે.

Related posts

અયોધ્યા એરપોર્ટ હવે ‘મર્યાદા પુરૂષોતમ શ્રીરામ’ એરપોર્ટ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

વેબ સિરીઝ તાંડવ રિલીઝ થતા જ વિવાદમાં

Ahmedabad Samay

મહારાજા દિગ્વિજયસિંહના કારણે ગુજરાતમાં વસ્તુ હતું મીની પોલેન્ડ, જાણો ગર્વ મહેસુસ કરાવે તેવી અદભુત સ્ટોરી

Ahmedabad Samay

ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને ૪-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

ભારતથી આવતી ફ્લાઇટ પર કેનેડામાં વધુ એક મહિનો પાબંદી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો