December 10, 2024
ગુજરાતરાજકારણ

કોંગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા શ્રી અહેમદ પટેલનું નિધન

કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજયસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. ૭૧ વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ત્યારથી તેમની સ્થિતિ સતત વણસી રહી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

એક ટ્વીટમાં તેમના દીકરા ફૈઝલ શેખે અહેમદ પટેલ બુધવારે સવારે ૩.૩૦ કલાકે અવસાન પામ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે દિગવંત નેતાને શ્રદ્ઘાંજલિ આપવા માટે કોવિડ પ્રોટોકોલ અનુસાર લોકોને મોટી સંખ્યામાં ભેગા ના થવા માટે પણ અપીલ કરી હતી. અહેમદ પટેલ મૂળ ભરુચના છે, અને તેઓ ભરુચ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ પણ રહી ચૂકયા છે.

પીએમ મોદીએ સ્વર્ગીય નેતાને શ્રદ્ઘાંજલિ આપતા જણાવ્યું હતું કે હું તેમના અવસાનથી દુઃખી છું. તેમણે જાહેરજીવનમાં વર્ષો વિતાવ્યા, અને સમાજની સેવા કરી. તેઓ પોતાની વિચક્ષણ બુદ્ઘિ માટે જાણીતા હતા અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે તેમણે નીભાવેલી ભૂમિકા માટે તેમને યાદ રખાશે.

Related posts

માર્ચનો પ્રથમ દિવસ પાવર કટોકટીમાં પસાર થયો, યુપીસીએલને બજારમાંથી વધુ વીજળી ખરીદવી પડી

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ તેજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાટણમાં જનસભાને સંબોધશે

Ahmedabad Samay

નારોલ પોલીસ મથકના પીઆઈ અને બે પીએસઆઇને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

Ahmedabad Samay

ત્રણ રાજ્યો માં છૂટછાટ પાછી ખેંચવાની તૈયારી, નિયમો કડક કરવાની તૈયારી માં

Ahmedabad Samay

ભાજપના સ્થાપના દિને અમિત શાહ આવશે ગુજરાત, મત વિસ્તારમાં સમીક્ષા બેઠક કરશે

Ahmedabad Samay

કુબેરનગરમાં રોડના નબળા કામથી પડેલા ભૂવામાં યુવાન ખાબકતા ગંભીર ઇજા પહોંચી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો