સરકારી બાબુની બેદરકારી થી થઇ હજારો લીટર પાણીનું વેસ્ટ, સૈજપુર ટાવર સામે તંત્રનું કામ ચાલુ હતું એ જગ્યાએ બેદરકારીના કારણે આજ સવારના સુમારે હજારો લીટર પાણી બાતલ ગયું,
એક તરફ સરકાર અને તંત્ર દ્વારા ઠેર ઠેર “જળ એજ જીવન” જેવા બેનરો અને જાહેરાતો કરતી રહેછે અને બીજી તરફ બેદરકારીના કારણે પાણી વેસ્ટ કરવામાં આવે છે. સૈજપુરમાં વહેલી સવારે ઉઠતાજ લોકોને વરસાદી માહોલ જોવા મળ્યો હતો, થોડાં દિવસ પહેલા અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી જે આગાહી તંત્રએ પૂર્ણ કરી હોય તેવા દ્રશ્યો સાવરની વેળાએ જોવા મળ્યા હતા.
પાણી ભરાઇ જવાના કારણે પ્રજાને મુશ્કેલીનો સામનો કરો પડ્યો હતો અને તંત્રનું કામ ચાલતું હોવાથી એક તરફનો રસ્તો બંધ હતો માટે વનવે ના કારણે ભારે હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો