June 25, 2026
Other

રિયલ હીરો અને દબંગ એટલે તરુણ બારોટ

સમાજ ઘડતર માટે સતત પ્રયત્નશીલ રહીને પોતાના આદર્શો ને અનુરૂપ એક આદર્શ સમાજનું નિર્માણ કરવાનાં હિમાયતી અને સમાજ સેવા સુધી સિમિત ન રહેતા દેશહિતની સેવામાં પણ અગ્રેસર રહી એક બાહોશ પોલીસ અધિકારી તરીકે આગવી ઓળખ ઊભી કરી અસામાજિક તત્વો અને ત્રાસવાદીઓને જાનની બાજી લગાવી પરાસ્ત કરી યશસ્વી કામગીરી બદલ શ્રી તરૂણભાઈ અમૃતભાઈ બારોટ* ને ગુજરાત સરકાર તરફથી બાર એવોર્ડ, કેન્દ્ર સરકાર તરફથી બે એવોર્ડ તેમજ એક મહામહિમ રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત અન્ય નામાંકિત સામાજિક સંસ્થાઓ દ્વારા અસંખ્ય સન્માનપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમદાવાદના રથયાત્રામાં છેલ્લા ર૮ વર્ષમાં ૨૫ વર્ષ સુધી સલામતીની વ્યવસ્થાનું સંચાલન તેમના નેતૃત્વ હેઠળ સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે. ૨૯ વર્ષની પોલિસ વિભાગની કામગીરી દરમ્યાન રાષ્ટ્રિય લેવલે ગુજરાત અને ગુજરાત બહાર આંતકવાદીયોને ઠાર કરી એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે આગવી ઓળખ ઉભી કરી છે મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને કેફી પદાર્થો સાથેના ગુનેગારોને ઝબ્બે કર્યા છે તેમજ ગેરમાર્ગે જતી અસંખ્ય દીકરીઓને સમજાવી પરત મેળવી તેમના પરીવારને સોંપી છે

કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન સતત ૮૧ દિવસ સુધી દરરોજ ૫૫૦૦ થી ૬૦૦૦ જરૂરીયાતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા ભીડભંજન હનુમાન બાપુનગર વિસ્તારમાં કરેલ છે.

તદઉપરાંત જે જરૂરિયાતમંદ દર્દીઓને ઓક્સિજન, ઇંજેક્શન અને દવાઓ પણ આપવાની સરાહનીય કામગીરી કરેલ છે.આ કપરાં સંજોગોમાં સીવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની માટે ખડે પગે સેવા અને સારવાર કરી છે ૭૨ ઉપરાંત મૃતકના અગ્નિસંસ્કાર જાતે ઉભા રહી કરેલ છે.સાથે સાથે ૨૬૦૦ ઉપરાંત બહેનોને અનાજની કિટ અપૅણ કરેલ છે.

તાજેતરમાં છ ગરીબ દિકરીઓના નિઃશુલ્ક લગ્ન પણ કરાવી આપી ઉમદા સેવા કરી છે.શ્રી તરૂણભાઈએ તાજેતરમાં પોલીસ ભરતી દરમિયાન ઉત્સુક યુવક યુવતીઓને ભરતી થવા માટે જરૂરી માર્ગદર્શન પણ પુરું પાડેલ છે.
છેલ્લા ર૮ વર્ષથી એમના પિતાશ્રી અમૃતભાઈ બારોટ દ્વારા સ્થાપિત આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબો માટે સદાવ્રતની સેવાઓ ચલાવી રહ્યા છે.

સમાજની બહેનો માટે દહેજની માંગણી બાબતની તકલીફો દૂર કરવા સમસ્ત બ્રહ્મભટ્ટ સમાજ સેવા સેતુ મંચ અમદાવાદ નામક સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે જેનો અત્યાર સુધીમા છ થી સાત બહેનોના દહેજના પ્રશ્નનો નિકાલ કરવામા આવેલ છે.

Related posts

લ્યો બોલો નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી

Ahmedabad Samay

પક્ષ કોઈપણ હોય પરંતુ લોકોના કલ્યાણ માટે કામ કરતા રાજકીય નેતાઓને જ ચૂંટો: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો થઇ જાહેર

Ahmedabad Samay

મહાકુંભમાં મૌની અમાવસ્‍યા પર સ્નાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી, ૨૦ જેટલા મૃત્યુ પામ્યા ૫૦ જેટલા શ્રધ્ધાળુઓ ઘવાયા

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો